Book Title: Aatmtattva Vichar Part 01
Author(s): Lakshmansuri, Dhirajlal Tokarshi Shah
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
View full book text
________________
આત્મતત્વવિચાર મારે અને ધનને બારમો ચંદ્રમાં છે, એટલે જે કંઈ ધન આવે તે મારી પાસે ટકતું જ નથી. હાલમાં હું માગી-ભીખીને જેમ તેમ મારું પૂરું કરૂં છું.”
આ શબ્દ સાંભળતાં જ ઠણઠણપાલ ઠરી ગયા. લક્ષ્મી છાણાં વીણે અને ધનપાલ ભીખ માગે, એ તે ભારે અજાયબી!
આગળ જતાં શમશાન આવ્યું, ત્યાં ઘણા માણસે એકત્ર થયા હતા અને એક મડદાને અગ્નિદાહ દેવાઈ રહ્યો હતો. ઠણઠણપાલે સ્વાભાવિક જિજ્ઞાસાથી એ માણસોને પૂછયું, કે “અરે ભાઈ! કેણ મરી ગયું?” ત્યારે ડાઘુમાંના એકે જવાબ આપે, કે “આ તે અમરસીભાઈ ગુજરી ગયા. માણસ બહુ ભલા હતા અને નખમાંયે રોગ ન હતો, છતાં કેળુ જાણે કેમ આજે વહેલી સવારમાં ઠરી ગયાં.”
આ સાંભળી ઠણઠણપાલે કહ્યું: “પણ અમરશીભાઈ મરે ખરા!” પેલાને આ પ્રશ્ન ઘણે વિચિત્ર લાગે, છતાં તેણે શાંતિથી જવાબ આપે, કે “ભાઈ ! આ જગતમાં તે અમરશીભાઈ હાય, અનંતરાય હોય કે અક્ષયકુમાર હેય. વળી ઈશ્વરલાલ, ભગવાનદાસ, મહાદેવપ્રસાદ, મુરારિ, ધ્રુવ અને નિત્યાનંદ સહુને એક દિવસ અવશ્ય મરવાનું છે. મૃત્યુને હજી સુધી કઈ ટાળી શકાયું નથી અને ટળે પણ નહિ.” - આ જવાબ સાંભળતાં ઠણઠણપાલ ચૂપ થઈ ગયે, અને ઘરે આવી પિતાનાં કામે લાગ્યું. થોડા દિવસ પછી પિતાએ પૂછયું: “કેમ બેટા ! તે કેઈ સુંદર નામ શોધી કાઢ્યું ?” ત્યારે ઠણઠણપાલે કહ્યું :