Book Title: Aatmtattva Vichar Part 01
Author(s): Lakshmansuri, Dhirajlal Tokarshi Shah
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
View full book text
________________
આત્મતનયવિચાર
રી -શં તુ યા રે નિયમટ્ટા सियं धंतं ति सिद्धस्स, सिद्धत्तमुवजायइ ॥३०२९।।
“પ્રવાહની અપેક્ષાએ દીર્ઘકાલની સ્થિતિવાળું અને સ્વભાવથી આત્માને મલિન કરનારું જે કર્મ તે આઠ પ્રકારે બંધાય છે. આ અષ્ટવિધ બઢકર્મને બાળી નાખે અથી તેને ક્ષય કરે તે સિદ્ધ કહેવાય, કારણ તે જ સિદ્ધની સિદ્ધતા છે.'
શાસ્ત્રોમાં ૧૨ પ્રકારના સિદ્ધોનું વર્ણન આવે છે, (૧) કર્મસિદ્ધ (ક્રિયાસિદ્ધ) (૨) શિલ્યસિદ્ધ, (૩) વિદ્યાસિદ્ધ, (૪) મંત્રસિદ્ધ, (૫) ગસિદ્ધ, (૬) આગમસિદ્ધ, (૭) અર્થસિદ્ધ, (૮) યાત્રાસિદ્ધ, (૯) અભિપ્રાયસિદ્ધ, (૧૦) તપસિદ્ધ અને (૧૧) કર્મક્ષયસિદ્ધ. તેમાંથી કેટલા કર્મક્ષ સિદ્ધને જ આપણે અહીં સિદ્ધ કહીએ છીએ અને તેમને પંચ પરમેષ્ઠિનાં બીજા પદે રોજ સૂતા-ઉઠતા-બેસતાં નમસ્કાર કરીએ છીએ.
વિચાર, લાગણી કે ઈચ્છા એ બધી કમજન્ય વસ્તુઓ છે, તે આવા સકલકર્મ રહિત સિદ્ધાત્માઓને શી રીતે હાઈ શકે? એટલે જગતના લોકોને દુઃખી જોઈ તેમને ઉદ્ધાર કરવાની ભાવનાથી અહીં આવવું અને જન્મ લે એ અસં. ભવિત છે. વળી જન્મ, જરા અને મૃત્યુ પણ કમજન્ય અવસ્થા છે અને સિદ્ધ પરમાત્મા કમરહિત હોય છે. સિદ્ધાત્માએ મૃત્યુલોકમાં આવી કેઈ સ્ત્રીનાં પેટે જન્મ ધારણ કરે, એ પણ સંભવિત નથી. શાસ્ત્રકારોએ સ્પષ્ટ કહ્યું છે કે – नित्थिन्न-सव्वदुक्खा, जाई-जरा-मरण-बंध-विमुक्का । अत्राबाहं सुक्ख, अणुहवंति सासयं सिद्धा ॥