Book Title: Aatmtattva Vichar Part 01
Author(s): Lakshmansuri, Dhirajlal Tokarshi Shah
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
View full book text
________________
કમની શક્તિ
નજીક ગયો અને તેની આગળ સેનામહારની ઢગલી કરી, આથી ભરવાડ ખૂબ ખૂશ થઈ ગયે અને બોલ્યા કે “મારા લાયક કંઈ કામકાજ હોય તે કહેજો.” બ્રાહ્મણે કહ્યું કે “તમારું એક કામ છે. હું તમને જે માણસ બતાવું, તેની બે આંખે તમારે ગલેલ મારીને ફેડી નાખવી” ભરવાડે તે કબૂલ કર્યું, પછી તે બ્રાહ્મણ ભરવાડને લઈને કાંપત્યપુર આવ્યો કે જે બ્રહ્મદત્ત ચક્રવર્તીની રાજધાની હતી અને જ્યાં બ્રાહ્મણ પોતે રહેતો હતો. ત્યાં બ્રાહ્મણે બ્રહ્મદત્તને બતાવ્યો અને ભરવાડે એક વખત લાગ જોઈ ગલોલમાંથી બે કાંકરા છેડયા, તે આબાદ બ્રહ્મદત્તની આંખોમાં સેંસરા ઉતરી ગયા અને તેની બંને આંખે ફૂટી જતાં અંધાપો આવ્યા.
રાજાના સિપાઈઓએ ભરવાડને પકડયો અને તે મરણના ભયથી ગભરાયો, એટલે તેણે બનેલી બધી હકીકત કહી દીધી. આથી બ્રહ્મદત્ત ચક્રવર્તીને બ્રાહ્મણ પર ખૂબ કૈધ ચઢયે અને તેણે પ્રધાનને હુકમ કર્યો કે હંમેશા થાળ ભરીને બ્રાહ્મણોની આંખે મારી સામે લાવે, પ્રધાન રાજાને તાબેદાર, એટલે તેને આ કામ કરવું પડયું. તે રોજ સેંકડો બ્રાહ્મણોને મરાવી તેમની આંખો રાજા સમક્ષ રજૂ કરવા લાગ્યો. બ્રહ્મદત્ત એ બધી આ હાથમાં લઈ, ચાળી, ફાડી નાખ અને વેર લેવાયાની તૃપ્તિ અનુભવતે, પરંતુ આ હત્યાકાંડ કયાં સુધી ચાલે? આખરે પ્રધાનને અરકારે થયો અને તેણે બ્રાહ્મણોને મારવા બંધ કર્યા. તેમની આંખેને સ્થાને તેણે ઠળિયા વિનાના વડગુંદા મૂકવા માંડ્યા. એ પણ બરાબર આંખે જેવા જ લાગતા અંધ ચક્રવર્તી તેને ચક્ષુ માનીને ચાળી નાખતે ૨૪