Book Title: Aatmtattva Vichar Part 01
Author(s): Lakshmansuri, Dhirajlal Tokarshi Shah
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
View full book text
________________
૩૭૮
આત્મતત્વવિચાર
ભરજંગલમાં સાધુ-મહાત્માનાં દર્શન થયાં, તેમનાં વચન પર શ્રદ્ધા જામી અને તેથી જે કંઈ સમજાયું, તેને તરત અમલમાં મૂકયું. સરજેલું અમલમાં મૂકવું, એ સહેલી વાત નથી. શાસ્ત્રકાર ભગવતેએ કહ્યું છે કે –
चत्तारि परमंगाणि, दुल्लहाणीह जंतुणो ।
माणुसत्तं सुइ सद्धा, संजमम्मि वीरियं ॥ “આ સંસારમાં પ્રાણીઓને ચાર વસ્તુની પ્રાપ્તિ થવી મુશ્કેલ છે; મનુષ્યત્વ, શ્રતિ (શાસ્ત્રશ્રવણ), શ્રદ્ધા અને સંયમને વિષે પુરુષાર્થ.” ' હવે આગળ શું બન્યું તે સાંભળો. ચિલાતીપુત્ર ભાવસાધુની કોટિમાં પહોંચી ગયા છે અને તેઓ ધ્યાનમાં મગ્ન છે, પણ તેમને દેહ હજી તાજાં લેહીથી ખરડાયેલો છે. તેની ગંધથી આકર્ષાઈને કેટલીક વનકીડીઓ ત્યાં આવી પહોંચી, અને તે ચિલાતીપુત્રનાં શરીર પર ચડીને લેહીને આસ્વાદ લેવા માટે તેમને ચટકા ભરવા લાગી.
વનકીડીને ચટકે સામાન્ય ન હોય. એક ચટકો ભરે ત્યાં આપણે ઉંચા-નીચા થઈ જઈએ, ત્યારે અહીં તે સેંકડો કીડીઓ જમા થઈ ગઈ હતી અને તે એક સામટા ચટકા ભરી રહી હતી. પરંતુ શિલાતીપુત્ર ઉપશમનું રહસ્ય સમજ્યા એટલે તેમણે કીડીઓ પર કેધ કર્યો નહિ, વિવેકનું ૨હસ્ય સમજ્યા હતા, એટલે તેમણે શરીર પર મમતા