Book Title: Aatmtattva Vichar Part 01
Author(s): Lakshmansuri, Dhirajlal Tokarshi Shah
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
View full book text
________________
આત્મતરવવિચાર
સોળ વર્ષ સુધી આ કામ ચાલુ રહ્યું અને બ્રહ્મદરે છેલ્લે શ્વાસ લીધો, ત્યારે જ તે બંધ પડયું. આવી ઘોર હિંસાથી તે મરણ પામીને સાતમી નરકમાં ઉત્પન્ન થયે. ખરેખર ! કરલાં કર્મ કોઈને છેડતાં નથી.
એક કવિએ ઠીક જ કહ્યું છે કે –
आकाशमुत्पततु गच्छतु वा दिगन्तमम्मोनिधिं विशतु तिष्ठतु वा यथेष्ठम् । जन्मान्त्तरार्जितशुभाशुभकृन्नराणां, छायेव न त्यजति कर्म फलानुवन्धि ॥
તમે આકાશમાં ઉડી જાઓ, દિશાઓની પેલે પાર જાઓ, સાગરનાં તળિયે જઈને બેસે કે તમારી ઈચ્છામાં આવે ત્યાં પહોંચી જાઓ. પણ જન્માંતરમાં જે શુભાશુભ કર્મ કર્યા હોય તે તમારી છાયાની માફક તમને છોડશે નહિ. તે પોતાનું ફળ અવશ્ય આપશે.”
ભરતરાયની ગણના એક મહાબળવાન ચક્રવતી રાજામાં થતી. ચક્રવર્તીનું બળ કેટલું હોય છે, તે અમે તમને પૂર્વ વ્યાખ્યાનમાં જણાવેલું છે. તે કૂવાના કાંઠે બેસીને એક હાથે ન્હાતો હોય અને બીજા હાથે સાંકળ પકડી રાખે; તે એનું આખું લશ્કર ખેંચે તે પણ ચસકાવી શકે નહિ. આવા અતુલ બળવાળા ચક્રવતીં પિતાના બંધુ બાહુબલિની સાથે દ્વયુદ્ધ ખેલતા હારી ગયા. એને કર્મ પ્રભાવ સિવાય બીજું શું કહીએ !