Book Title: Aatmtattva Vichar Part 01
Author(s): Lakshmansuri, Dhirajlal Tokarshi Shah
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
View full book text
________________
ક્રમની શક્તિ
૩૬૩
શરૂઆતમાં બાળકોને દૂધ પચાવવું ભારે પડે છે, તેથી તેમાં પાણી ઉમેરવામાં આવે છે. આ પાણીવાળુ દૂધ તે સહેલાઇથી પચાવી જાય છે અને ધીમે ધીમે દૂધ પીતા થઈ જાય છે. અમે પણ તમને નક્કર જ્ઞાનરૂપી દૂધ એકદમ નહિ પચે એમ માનીને તેને યુક્તિ, અનુભવ તથા દૃષ્ટાંતરૂપી જળથી મિશ્રિત કરીને પીસીએ છીએ, એથી આ જ્ઞાન પચાવવામાં તમને જરાપણુ મુશ્કેલી નહિ જ પડતી હોય.
અહીં જે કઇ કહેવાય તે એકાગ્ર ચિત્ત સાંભળે અને સમય મેળવી તેના પર ઊ'ડા વિચાર કરા. ગાય-ભેસ વગેરે જનાવરોને જેમ ખાધેલું વાગેાળવાથી આનંદ આવે છે તેમ તમને પણ સાંભળેલું સારી રીતે વિચારવાથી આનંદ આવશે અને તમારા આત્મા પ્રસન્ન થશે. જ્ઞાનમાં આનંૐ આપવાના ભારે ગુણ રહેલા છે, તેથી જ મનુષ્ય સાધનરહિત અવસ્થામાં પણ અપૂર્વ આનંદ માણી શકે છે.
ક્રમ એ પુદ્ગલ છે, જડ છે, તેથી તેમાં શું શક્તિ હોય ? એમ કાઈ માનશેા નહિ. જડ રેખાએાતું ખનેલુ દોરડુ' માટા માટા હાથીઓને બાંધી રાખે છે અને જડ વસ્તુઓના સચાગથી બનેલા દારૂ પળવારમાં પ્રાણીઓના પ્રાણ હરી લે છે, સને ૧૯૪૪ના એપ્રિલ માસની ૧૪મી તારીખે મુંબઇની ગેાદીમાં પડેલી એક સ્ટીમરમાં દારૂગેાળાના ધડાકા થયા, તેણે આખા મુંબઇને ધણધણાવી નાખ્યું હતું, એ ધડાકાએ લેખડના માટા મોટા ગડરોના ટુકડા કરી નાખ્યા હતા અને તેને હવામાં ઉછા ળીને અર્ધા માઇલ દૂર માકલી આપ્યા હતા. એ વખતે હવામાં