Book Title: Aatmtattva Vichar Part 01
Author(s): Lakshmansuri, Dhirajlal Tokarshi Shah
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
View full book text
________________
૨૦૮
આત્મતત્વવિચાર જઈએ એવું હોતું નથી. છતાં વેપાર કરવામાં આવે છે, તેનું કારણ શું? એ જ કે ભવિષ્યમાં માટે નફો થવાની ધારણા છે. તે અહીં પણ ભવિષ્યમાં થનારા મોટા લાભને ધ્યાનમાં રાખીને કેવળજ્ઞાની બનવાનું ધ્યેય રાખવાનું છે. આ ભવે નહિ તે બીજા ભવે, બીજા ભવે નહિ તે ત્રીજા ભવે. ત્રીજા ભવે નહિ તે તેરમા ભવે, અને તેરમા ભવે નહિ તે તેતાલીશમાં ભવે પણ કેવળજ્ઞાની થવું એ સાચું, એ દઢ સંક૯૫ મનમાં કર્યો હશે અને તે અનુસાર પુરુષાર્થ કરવા માંડયા હશે, તે એક કાળે તમે અવશ્ય કેવળજ્ઞાની થવાના. દઢ સંક૯૫ અને પુરુષાર્થ જીવનને સફળ બનાવવાના અમોઘ ઉપાય છે, એ કદી પણ ભૂલતા નહિ.
કેવળજ્ઞાનથી બધું જાણું–જોઈ શકાય છે.
આજે આપણને કોઈ પણ પૂછે કે તમારી પીઠ પાછળ શું થઈ રહ્યું છે? તે તે આપણે કહી શકતા નથી, કારણ કે આપણુ જેવાની શક્તિ મર્યાદિત છે. પણ કેવળજ્ઞાન-કેવલદર્શનની પ્રાપ્તિ થાય તે આપણે પીઠ પાછળ શું થઈ રહ્યું છે, તે જોઈ શકીએ; ભીંત પાછળ શું થઈ રહ્યું છે, તે પણ જોઈ શકીએ; અંધારા ભોંયરામાં શું બની રહ્યું છે તે પણ જોઈ શકીએ; અને નગરમાં, જીલ્લામાં, પ્રાંતમાં, દેશના કોઈ પણ ભાગમાં, શું બની રહ્યું છે, તે પણ જોઈ શકીએ.
ઘુવડ રાતે અંધારામાં જોઈ શકે છે, પણ દિવસે જોઈ શકતું નથી. કાગડો દિવસે જોઈ શકે છે, પણ તે જોઈ શકતો નથી. આપણે દિવસે સારી રીતે જોઈ શકીએ છીએ અને રાત્રે સામાન્ય જોઈ શકીએ છીએ. કદાચ અંધારું