Book Title: Aatmtattva Vichar Part 01
Author(s): Lakshmansuri, Dhirajlal Tokarshi Shah
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
View full book text
________________
૨૭૮
આત્મતત્વવિચાર
પરંતુ સીતા મહાસતી હતી, તે એની વાત કબૂલ શેની કરે? તેને તે આ શબ્દ સાંભળતાં જ મૂછ આવી ગઈ આ બાજુ રામની સેનામાં રાવણને બહુરૂપિણી વિદ્યા સિદ્ધ થયાના સમાચાર પહોંચતાં જ હાહાકાર મચી ગયે. પણ રામ-લક્ષમણનું રૂંવાડુંય ફઋયું નહિ.
જ્યાં સુધી રાવણ વિદ્યા સાધતું હતું, ત્યાં સુધી લડાઈ બંધ હતી, કારણ કે આ યુદ્ધ નીતિનું હતું. હવે રાવણ ફરી લડાઈમાં ઉતર્યો અને જોરથી લડવા લાગ્યા. રાવણ મદાંધ બનેલો હતો. તેને પોતાની શકિતમાં વધારે પડતે વિશ્વાસ હતો. તેને લક્ષમણજી સાથે યુદ્ધ શરૂ કરી દીધું અને બહુરૂપિણે વિદ્યાને યાદ કરી, હવે લક્ષ્મણને ચારે તરફ રાવણ સિવાય બીજું કોઈ દેખાતું નથી. બધા રાવણે એકલા લક્ષમણ ઉપર એક સામટા બાણે વસાવે છે. પરંતુ લક્ષમણજી વાસુદેવ છે, મહાબળવાન અને મહાધર્યવાન છે. તે જરાયે હિંમત હારતા નથી. પોતાના ખાસ ધનુષ્ય પર ચીલ ઝડપે બાણ ચડાવી એક પછી એક છોડયે જ જાય છે અને રાવણના એક એક રૂપને એક યા બીજી જગાએ ઘાયલ કરે છે, તે રાવણ સહન કરી શકતું નથી. મનમાં સમજી જાય છે કે લક્ષમણ સામે ટકવું ઘણું અઘરું છે. એટલે પિતાનાં મૂળ સ્વરૂપમાં આવી છેલો પાસો ફેંકવાને નિશ્ચય કરે છે. છેવટે પિતાના દેવાધિષ્ઠિત ચક્રને યાદ કરે છે. યાદ કરતાંની સાથે જ તે ચક રાવણના હાથમાં આવી જાય છે. પછી લક્ષમણજીને કહ્યું: હજી સમજી અને સીતાને મને સોંપી દે. નહિતર તારું મેત તારી રાહ જોઈ રહ્યું છે.”