Book Title: Aatmtattva Vichar Part 01
Author(s): Lakshmansuri, Dhirajlal Tokarshi Shah
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
View full book text
________________
આત્મતત્વવિચાર
વસ્તુમાં સુખ આપવાની શક્તિ નથી. - ધન, વૈભવ, પત્નિ, પરિવાર, માનપાન અને અધિકારમાં મનુષ્ય સુખ માને છે, પણ એ કોઈ વસ્તુ માં સુખ આપવાની શક્તિ નથી. માત્ર મનુષ્ય તેમાં સુખની કલ્પના કરી છે, તેથી જ તે સુખ આપનાર ભાસે છે. થોડા વિવેચનથી આ વસ્તુ વધારે સ્પષ્ટ થશે.
એક માણસ તદ્દન નિર્ધન હતું. તેની પાસે ફૂટી બદામ પણ ન હતી. એ હાલતમાં તેને એકાએક પૈસા મળવા માંડ્યા અને આંકડો પાંચ લાખ ઉપર પહોંચી ગયે. આથી તે અત્યંત ખુશ થયા. તે રોજ પાંચ લાખ રૂપિયા ગણે છે અને આનંદ પામે છે.
હવે પાંચ લાખના વધતા વધતા દશ લાખ થયા. તે વખતે એના આનંદમાં શી મણું હોય ? પણ થોડા વખત બાદ વળતાં પાણી થયાં અને રૂપિયા ઘટવા માંડ્યા. એ ઘટતાં ઘટતાં પાંચ લાખ સુધી આવી પહોંચ્યા ત્યારે એ માણસ ઘણે ખેદ કરવા લાગ્યા અને તદ્દન અસ્વસ્થ બની ગયો, પ્રથમ આટલા રૂપિયાથી આનંદ થયે અને હવે તેને ખેદ થાય છે, તે ફેર કયાં પડ્યો?
પહેલાં તેને એમ થતું કે મારી મૂડી વધી રહી છે, એ કારણે તેને આનંદ થતો અને હવે તેને એમ લાગે છે કે મારી મૂડી ઘટી રહી છે, એટલે તેને ખેદ થાય છે. એટલે જે ફેર પડયો તે ક૯૫નામાં પડયા છે. પહેલાં પાંચ લાખથી જે સુખ જણાયું તે એની કલપનામાં હતું અને હાલ પાંચ લાખથી જે