Book Title: Aatmtattva Vichar Part 01
Author(s): Lakshmansuri, Dhirajlal Tokarshi Shah
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
View full book text
________________
આત્મતરવવિચાર
સુખનું મૂળ સંતેષ છે અને દુઃખનું મૂળ તૃષ્ણા છે. તેથી સુખને ઇચ્છનારા પુરુષે સંતેષને આશ્રય ગ્રહણ કરીને સંયમી બનવું.”
સંતોષી રોજનું રોજ કમાય તે પણ સુખી હોય છે અને અસંતેવી ધનના ઢગલા પડ્યા હોય તે પણ દુખી હોય છે, સંતેણી એકલે હોય, કોઈ સગા સંબંધી ન હોય તે પણ મસ્ત હોય છે. અસંતેવી અનેક સગાં-વહાલાં અને મિત્રે હોવા છતાં દુઃખી હોય છે.
દુઃખ આવે ત્યારે તમે કંઈ પણ દુઃખ, કષ્ટ કે આફત આવે ત્યારે ગભશાઈ જાઓ છો અને તમારું મન અસ્વસ્થ બની જાય છે, પણ એ વખતે તમે વિચાર કરો કે “હે જીવ! આ દુખ, કષ્ટ કે આક્ત વગર આમંત્રણ આવેલ નથી. તે પૂર્વે તારાં કર્મો દ્વારા આમંત્રણ આપી રાખેલું છે, માટે જ તે આવ્યા છે. તે હવે તેનું સ્વાગત કર. પણ તેથી ગભરાઈને દૂર ભાગ મા. દુખો તે વાસુદેવ, ચકવર્તી અને તીર્થકરોને પણ આવે છે, તે તું કેણ માત્ર? તું આ બધાં દુઃખને શાંતિથી સહન કરી લે, જેથી નવું કર્મબંધન થાય નહિ.
આવા વિચારો કરવાથી તમારું મન શાંત રહેશે અને દુખ દુખરૂપ જણાશે નહિ.
પુદ્ગલ તરફ શા માટે આકર્ષાએ છે?
પુદ્ગલ તરફ તમે શા માટે આકર્ષાઓ છે ? તે કંઈ તમારાં સગાં નથી, પણ પાકા વિરોધી છે, પરમ દુશ્મન છે.