Book Title: Aatmtattva Vichar Part 01
Author(s): Lakshmansuri, Dhirajlal Tokarshi Shah
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
View full book text
________________
આત્મતત્વવિચાર
થઈ જાય છે અને ભારે અશાંતિ ભોગવે છે. તે કહે છે
અરેરે! અમે આટઆટલી મહેનત કરી છતાં અમને કંઈ મળ્યું નહિ!” અહીં તેમણે એ વિચાર કરવો જોઈએ કે યોગ્ય પુરુષાર્થ કરે એ મારી ફરજ છે અને તે મેં બરાબર બજાવી છે. તેનું ફળ મળવું એ ભાગ્ય, નશીબ કે કર્મને આધીન છે. તે ઓછુંવત્તું મળે એથી મારે હતાશનિરાશ શા માટે થવું?” આ વિચાર કરનારને માનસિક અશાંતિ થશે નહિ.
નવી નવી ઇચ્છાઓ કરવી, અનેક પ્રકારની લાલચે રાખવી, તૃષ્ણાને તાર ઝણઝણ રાખો અને તે પૂર્ણ ન થાય ત્યારે હાય, હૈયાપીટ કે કાગારોળ કરવી તેના કરતાં ઈચ્છા લાલચ કેતૃષ્ણાને તિલાંજલિ આપવી શુ બેટી? ડહાપણ ભારે માગ તો એ જ છે કે પાણી જે બાફેરામાંથી આવતું હોય તે બાકોરાંને જ કોઈ પણ પ્રકારે બંધ કરી દેવું.
ઈચ્છાધનું મહત્ત્વ સમજે. આર્ય મહાપુરુષોએ આપણને ઇચ્છાધ, તૃષ્ણત્યાગ કે સંતોષનો સંદેશો આપેલ છે. તે પ્રમાણે જીવનવ્યવહાર ચલાવીએ તે કદી પણ દુઃખ, કષ્ટ કે અશાંતિનો અનુભવ થાય નહિ, પરંતુ આજે એ સંદેશા તરફ અવગણના થઈ રહી છે અને જડવાદે–ભૌતિકવાદે પ્રચારેલા “વધારે કમાઓ ને વધારે ખાઓ” ના સિદ્ધાંત તરફ લેકપ્રવાહ વળવા માંડ્યો છે. તેનું જ એ પરિણામ છે કે જીવનમાં અશાંતિનું