Book Title: Aatmtattva Vichar Part 01
Author(s): Lakshmansuri, Dhirajlal Tokarshi Shah
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
View full book text
________________
૩૪૪
આત્મતત્વવિચાર
એટલે કુલ વિનાના એવા શંકરની સ્ત્રી છે અને જે ભીમસેન એટલે જેની સેના બળવાન છે એવા કાર્તિકેયસ્વામીની માતા છે, તે પાર્વતી તમને વરદાન આપનારી થાઓ.” આ અર્થ સાંભળી બધા વિસ્મય પામ્યા અને રાજાએ તેને મોટું ઈનામ આપ્યું.
કર્મ શ કર્તવ્ય, ફરજ, અનુષ્ઠાન, ધંધા, ઉદ્દેશ કે હેતુ બતાવવા માટે વપરાય છે, પણ અહીં તે અર્થ પ્રસ્તુત નથી. અહીં તે “ઘવાળ માળે નિઘાળા" છિન્ન વસુદું જે “મઘળમુખ્ય મહૂવળા તા વગેરે પમાં જે અર્થમાં વપરાયેલ છે, તે જ પ્રસ્તુત છે અને તેનું જ અમે સ્પષ્ટીકરણ કરવા ઈચ્છીએ છીએ.
છ દ્રવ્યો પ્રથમ તો આ લેક ષદ્રવ્યમય અનાદિ કાલથી છે, એ વાત તમારા ખ્યાલમાં બરાબર રહેવી જોઈએ. ઘણા ભાગ્યશાળીઓને છ દ્રવ્યનાં નામ યાદ નહિ હોય. એટલે એ નામો અહીં જણાવી દઈએ. તે છે ધર્માસ્તિકાય, અધમતિકાય, આકાશાસ્તિકાય, કાલ, પુદ્ગલાસ્તિકાય અને જીવાસ્તિકાય.
છે દ્રવ્યોમાં આકાશ ક્ષેત્ર છે અને બાકીનાં ક્ષેત્રી છે, એટલે તેની અંદર રહેનારાં છે.
છ દ્રવ્યમાં પ્રથમનાં પાંચ જડ છે અને છેલ્લે એટલે જીવદ્રવ્ય ચેતન્યયુક્ત છે. આ વાત અમે અહીં ભારપૂર્વક
૧. આ પદ “તસ્સ ઉતરી ” સૂત્રમાં આવે છે. ૨. આ પદ “સામાઈયવયજુરો' સૂત્રમાં આવે છે. ૩, આ પદ “ઉવસગ્ગહર ? તેત્રમાં આવે છે. ૪. આ પદ જગચિંતામણિ ચૈિત્યવંદનમાં આવે છે. આ બધાં સૂત્રો પ્રતિક્રમણનાં પુસ્તકમાં જોઈ શકાશે,