Book Title: Aatmtattva Vichar Part 01
Author(s): Lakshmansuri, Dhirajlal Tokarshi Shah
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
View full book text
________________
આત્મસુખ
શીલવતી ભાર્યા છે, વિનીત પુત્ર-પુત્રીઓને પરિવાર છે, વફાદાર નોકર ચાકર છે, નખમાં કે રોગ નથી, કેઈની રોકટોક નથી, માથે કેઈનું કરજ નથી કે રાજ્ય તરફથી કોઈ કનડગત નથી. વળી ધધો રોજગાર ધમધોકાર ચાલે છે અને પાસે લાખ રૂપિયાની મૂડી છે. આ મનુષ્યને જેટલું સુખ હોય તેના કરતાં મુક્તાત્માને અનંતગણું સુખ હેય છે.
શાસ્ત્રકારોએ ચક્રવર્તીને ભેગપુરુષ કહ્યો છે, કારણ કે માનુષિક ભાગોમાં તે ઈન્દ્ર સમાન હોય છે. આખું ભરતક્ષેત્ર તેને આધીન, સેળ હજાર દે તેની સેવામાં. ચાસઠ હજાર સ્ત્રીઓ તેનાં અંતઃપુરમાં, વિક્રિય લબ્ધિનાં બળે તે ચોસઠ હજાર રૂપ લઈ બધી રાણીઓ સાથે એક જ વખતે ભેગવિલાસ કરે. તેનું મુખ્ય શરીર તે પટરાણી પાસે જ હોય. આ પટરાણું એટલે રૂપને અંબાર, લાવણ્યને ભંડાર. તેની જેડ સારો એ ભારતવર્ષમાં મળે નહિ. ઉપરાંત નીરોગી અને તેજસ્વી શરીર, નિશ્ચિત જીવન, બધાં રાજાઓ, બધી સેના, બધી પ્રજા તેને વફાદાર. આવા ચક્રવતીને જે સુખ હોય તેના કરતાં મુક્તાત્માને અનંતગણું સુખ હોય છે.
ઈન્દ્ર અસંખ્યાત દેને માલિક છે. હજારો-લાખ વર્ષે પણ તે ઘરડો થતા નથી. કમજોર થતું નથી. સંખ્યાબંધ રૂપવતી-લાવણ્યવતી દેવાંગનાઓ તેની તહેનાતમાં હાજર હોય છે. આ દેવીઓનાં રૂપ-લાવણ્યની આપણને કલ્પના પણ ન આવે. કુમારનંદિ નામના સનીએ હાયા પ્રહાસા નામની સામાન્ય દેવીઓનું રૂપ જોયું હતું, તેથી તે ગાંડા જેવો થઈ ગયો હતે.