Book Title: Aatmtattva Vichar Part 01
Author(s): Lakshmansuri, Dhirajlal Tokarshi Shah
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
View full book text
________________
આત્મસુખ
આત્માના વિષયમાં આ વ્યાખ્યાન છેલ્લું છે અને તેમાં આત્મસુખ કેમ મેળવવું? એ વિચારણા અગ્રસ્થાને રહેવાની છે. એટલે તમારી ચિત્તવૃત્તિનો પ્રવાહ આ તરફ જ વહેતે રાખજે.
શાસ્ત્રકાર ભગવતેએ ચાર દુર્લભ વસ્તુમાં શ્રુતિ એટલે શાસ્ત્રશ્રવણની પણ ગણના કરેલી છે, એટલે શાસ્ત્રશ્રવણના
ગને તમે નાને સુને માનશે નહિ. જ્યારે રાગાદિ દેષની પરિણતિ મંદ થઈ હોય, કષાયેલું જોર નરમ પડયું હાથ અને કલ્યાણની કામના પ્રગટી હોય, ત્યારે જ સર્વજ્ઞપ્રણતશા સાંભળવાની જિજ્ઞાસા થાય છે અને પ્રબળ પુણ્યના ઉદયે તે સંભળાવનાર સદ્દગુરુને યોગ સાંપડે છે.
અપસંસારી આત્માનું પ્રથમ લક્ષણ જિનવચનની અતુ. રક્તતા છે, એટલે તમને આ જિનવચનરૂપી પ્રવચનમાંવ્યાખ્યાનમાં રસ આવતું હોય અને તે સાંભળવાની ઈચ્છા– આકાંક્ષા હરદમ મનમાં રહ્યા કરતી હોય તે જરૂર માનજે કે તમે અપસંસારી છે, હવે તમારે સંસાર બહુ થોડો બાકી રહ્યો છે અને તમારા આત્મવિકાસને અરુણોદય થઈ ચૂકયા છે.
પગલિક સુખે નકલી છે, બનાવટી છે, કાલ્પનિક છે, ક્ષણિક છે, ક્ષણભંગુર છે, તુચ્છ છે, નિઃસાર છે, નિકૃષ્ટ છે, એ વાત અમે ગઈ કાલે વિસ્તારથી સમજાવી ગયા છીએ અને તેને છોડ્યા સિવાય સાચાં આત્મસુખની પ્રાપ્તિ થવાની નથી, એ હકીકત પણ ભારપૂર્વક જણાવેલી છે.