Book Title: Aatmtattva Vichar Part 01
Author(s): Lakshmansuri, Dhirajlal Tokarshi Shah
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
View full book text
________________
૩૦૨
આત્મતત્વવિચાર
શકાતી ન હતી. એટલે તેને તે એમ જ લાગતું હતું કે અહી કયાંથી આવી ચડય? આ કરતાં તે મારું સ્થાન હજાર દરજજે સારું હતું. એટલે તેણે કહ્યું: “દોસ્ત! હવે હું રજા લઈશ.”
ભમાને સમજ પડી નહિ કે આ ગીગોડો આ રીતે આ સ્થાન આટલું જલદી શા માટે છોડી જાય છે? તે વિચારમાં પડ્યો. એવામાં તેની નજર ગીગડાનાં મોઢાં નીચે રહેલી વિષ્ટાની ગળી ઉપર પડી. એટલે કારણ તેના સમજવામાં આવી ગયું. તેણે કહ્યું: “તું ડીવાર થંભી જા. આટલી ઉતાવળ શા માટે કરે છે?” પછી તેનાં મેઢાં નીચેની વિષ્ટાની ગેલી કાઢી નખાવી, તેને સરોવરનાં નિર્મળ જળથી સારી રીતે સ્નાન કરાવ્યું અને પછી એક મોટાં કમળ પર બેસાડયા.
હવે ગીગોડાને કમળની સુગંધ આવવા માંડી અને તેથી તે સ્વર્ગમાં બિરાજતો હોય એવું ભાન થવા માંડ્યું. તે એમાં લટું બની ગયો. થોડીવાર પછી ભમરાએ પૂછયું કે “કેમ દેત? હવે ઘરે પાછા જવું છે ખરું?” ગીગડાએ કહ્યું કે એ મૂર્ખ કોણ હોય કે જે આ સ્વર્ગ છોડીને નરકમાં જાય?”
સગાસંબંધી, સાધનસંપત્તિ, અધિકાર-કીર્તિ વગેરે પરને મહ વિષ્ટાની ગળી જેવો છે. તે તમને આત્મસુખ રૂપી કમળની સુગંધ લેવા દેતું નથી. જ્યારે તમે એ ગોળીને દૂર કરશે, ત્યારે જ તમને આત્મસુખરૂપી કમળની સુગંધ બરાબર આવશે અને તેમાં તમે લીન થઈ જશે.
એક પુદ્ગલને બીજા પુદગલ સાથે સંગ થાય કે તેનાથી