Book Title: Aatmtattva Vichar Part 01
Author(s): Lakshmansuri, Dhirajlal Tokarshi Shah
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
View full book text
________________
આત્માની શક્તિ
२७७
સિદ્ધ થઈ જશે તે બધાને નાશ કરી નાખશે અને પોતે સર્વોપરી બની જશે એટલે રામની ભક્તિને વશ થઈ આજ્ઞાનું ઉલ્લંઘન કરીને રાવણની સાધનામાં તેઓ જાતજાતનાં વિદને નાખવા લાગ્યા, પરંતુ આથી રાવણ ડગ્યો નહિ. જે રાવણ હજાર વિદ્યા સાધતી વખતે દે અને દેવીઓના સમૂહથી ડગ્યો ન હતો, તે આ લોકોથી શેનો ડગે?
મંદરી રેજ રાવણની બાજુમાં બેસતી. અંગદ વગેરેએ છેલ્લે પ્રયત્ન કરી જે તેઓ કોઈ પણ રીતે રાજમહેલની નીચે આવેલા ભૂગર્ભ ખંડમાં પહોંચી ગયા અને તેમણે મંદેદરીના વાળ પકડીને તેને રાવણની સમક્ષ ઘસડી. એક રાજાની રાણીનું, પ્રતિવાસુદેવની અર્ધાંગનાનું આવું અપમાન કેણ સહન કરી શકે? આવા વખતે ભલભલા મનુષ્ય તપ કે સાધના છોડી દે ધના આવેશમાં આવી જાય અને આ રીતે અપમાન કરનારનું માથું ધડથી જુદું કરી નાખે. પરંતુ આ તે રાવણ હતું. તે જરા પણ ચલાયમાન થયે નહિ. તે જ વખતે તેને બહુરૂપિણ વિદ્યા સિદ્ધ થઈ ગઈ. આ વસ્તુની ખબર પડતાં જ અંગદ વગેરે પલાયન થઈ ગયા.
બહુરૂપિણી વિદ્યાએ પ્રસન્ન થઈ રાવણને જે જોઈએ તે માગવા કહ્યું. રાવણના હર્ષને પાર ન રહ્યો. તેણે કહ્યું: “હું બોલાવું ત્યારે આવજે.” પછી રાવણ સીતા પાસે ગયા અને પિતાની શકિતનું વર્ણન કરીને કહેવા લાગ્યું કે “મારી આ શકિતથી હવે તારા રામ-લક્ષમણ અને તેની સેને કોઈ જીવતા રહી શકશે નહિ. હું તને મારી બનાવીશ, માટે મારી સાથે લગ્ન કર.”