Book Title: Aatmtattva Vichar Part 01
Author(s): Lakshmansuri, Dhirajlal Tokarshi Shah
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
View full book text
________________
આત્માની શક્તિ
૨૮૧
શકિતવાળી વસ્તુ સમજવાની, તે આ પ્રમાણે–પહેલું સેનાપતિરત્ન, બીજું ગાથા પતિરત્ન, ત્રીજું પુરોહિતરત્ન, શું અશ્વરત્ન, પાંચમું ગજરત્ન, છઠું વર્ધકિરન્ચ, સાતમું સ્ત્રીરન, આઠમું ચકરન, નવમું છત્રરન, દશમું ચર્મરત્ન, અગિયારમું મણિરત્ન, બારમું કાકિણીરત્ન, તેરમું ખગરન અને ચૌદમું દં ડરત્ન.
ચક્રવર્તીને સેનાપતિ એવી કુશળતાવાળે હેય કે મહાન લશ્કરને યોગ્ય દરવણું આપી શકે અને ચક્રવતીની સહાય વિના પણ દેશ જિતી શકે. ગૃહપતિ ચક્રવર્તીનાં લકરને જોઇતી ભજનસામગ્રી તથા ફળફૂલ પૂરાં પાડે. પુરોહિત રત્ન શાંતિકર્મ કરે તથા ધાર્મિક ક્રિયાઓ કરાવે. અશ્વરત્ન ચક્રવર્તીને બેસવાનાં કામમાં આવે. એ અશ્વ દુનિયામાં બીજે ન મળે.
ગજરત્ન એટલે ઉત્તમ પ્રકારને હાથી, તે પણ ચક્રવતને બેસવાના કામમાં આવે. વધકિરન દરેક જાતનું બાંધકામ કરે તથા રસ્તામાં પુ વગેરે બનાવે.
સ્ત્રીરત્ન એટલે ચકવર્તીની પટરાણું થવા ગ્ય સ્ત્રી. તે પણ વિશિષ્ટ શકિતવાળી હોય. ચકરત્ન એટલે શત્રુનો પરાજય કરનારૂં શસ્ત્ર, છત્રરત્ન એટલે મસ્તકે ધારણ કરવાનું અતિ મનહર છત્ર. ચર્મરત્ન એટલે ચામડાનું એક પ્રકારનું વિશિષ્ટ સાધન. તે નદી, સરોવર વગેરે જલાશને પાર કરવામાં