Book Title: Aatmtattva Vichar Part 01
Author(s): Lakshmansuri, Dhirajlal Tokarshi Shah
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
View full book text
________________
-
- - - - ooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooops
- - - -
- -
- -
- - રાહ , , .
*
કામ
-
,
ક
ક
oooooooooooooooooooooooo
assionals
said so obs
વ્યાખ્યાન પંદરમું,
આત્મસુખ.
( ૧ ) મહાનુભાવો !
આપણે પંચપરમેષ્ઠીને પ્રણામ કર્યા, ઋાર તથા ગુરુદેવને વંદના કરી શ્રુતસાગરને નમસ્કાર કરી લઈએ, કારણ કે તેની પ્રચંડ પવિત્ર લહરિએ આપણાં ચિત્તને પાવન કરે છે અને આપણું જીવનને ધર્માભિમુખ બનાવે છે. શ્રુતસાગરમાં પણ આપણે શ્રી ઉત્તરાધ્યયનસૂત્રને વિશિષ્ટભાવે નમસ્કાર કરીએ, કારણ કે તેનાં છત્રીશમા અધ્યયને આપણને અપસંસારી આત્માને સુંદર પરિચય આપ્યો છે અને આત્મતત્ત્વની ઊંડી વિચારણા કરવાની એક અણમલ તક પૂરી પાડી છે.
આજે અહીં આત્મસુખ સંબંધી કેટલીક વિચારણા કરવી છે. આ વિચારણા ઘણું મહત્વની છે, તમારા જીવનને સીધી સ્પર્શ કરનારી છે, માટે તેના પર બરાબર ધ્યાન આપજે, તેની હકીકત પર પૂરો વિચાર કરજે. “તુમ કહતે હે, હમ સુનતે હૈ” એ રીતિથી કામ નહિ ચાલે, કારણ કે