Book Title: Aatmtattva Vichar Part 01
Author(s): Lakshmansuri, Dhirajlal Tokarshi Shah
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
View full book text
________________
આત્માની શક્તિ
૨૮૭
nmanA
સેપિ.” મહાપ રાજાએ તે પ્રમાણે નમુચિને રાજ્ય સોંપ્યું અને પિતે અંત:પુરનો આશ્રય લીધે.
નમુચિએ હિંસક યજ્ઞ શરૂ કર્યો. આ વખતે રાજ્યના મંત્રીઓ, શેઠ-શાહુકારો તથા જુદા જુદા ધર્મના આચાચા તેને અભિષેકવિધિ કરવા આવ્યા, પણ નગરમાં ચાતુમય રહેલા સુવ્રતાચાર્ય આવ્યા નહિ. આથી નમુચિએ તેમની આગળ જઈને કૃત્રિમ કેધ કરતાં જણાવ્યું કે “જે રાજા હોય તેને સર્વ ધર્મના સાધુઓ આશ્રય કરે છે. વળી સર્વ તપોવન રાજાઓ વડે જ રક્ષાય છે, તેથી તપસ્વીઓ પોતાનાં તપને છઠ્ઠો ભાગ રાજાને આપે છે. પણ તમે અધમ પાખંડીઓ મારી નિંદા કરી છે, અભિમાનથી અકકડ થયેલા છે તથા લેકવિરુદ્ધ અને રાજ્યવિરુદ્ધ વર્તનાર છો, તેથી તમને જણાવું છું કે તમારે મારું રાજ્ય છોડીને તાબડતોબ ચાલ્યા જવું, નહિ તે મારે નિરુપાયે તમારો વધ કરે પડશે.”
સુત્રતાચાર્ય ક્ષમાશ્રમણ હતા. એટલે તેમણે નમુચિને ઉત્તરમાં એટલું જ કહ્યું કે “તમને અભિષેક કરે ત્યારે આવવાને અમારો આચાર નથી, તેથી અમે આવ્યા નથી. બાકી અમે કેઈની નિંદા કરતા નથી કે રાજ્યવિરુદ્ધ વર્તતા નથી.”
નમુચિએ કહ્યું: “આચાર્ય ! મેં તમારે જવાબ સાંભળી લીધો છે. હવે વધારે કંઈ પણ બોલવાની જરૂર નથી. જે તમે અહીં સાત દિવસથી વધારે રહેશે તે રાજાજ્ઞાના ભંગ