Book Title: Aatmtattva Vichar Part 01
Author(s): Lakshmansuri, Dhirajlal Tokarshi Shah
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
View full book text
________________
આત્માની શક્તિ
નહેતી સુનંદાને કોઈ પ્રકારની ચિંતા. બંને પિતપોતાના જીવનમાં મસ્ત હતાં અને સુખચેનમાં દિવસે પસાર કરતાં હતાં. પણ હવે બંનેને પિતાની સુખશમ્યા ઝેર જેવી લાગવા માંડી, કારણ કે બંનેને એકબીજાને મળવાની તાલાવેલી જાગી હતી. સુનંદાનું હદય રૂપસેને ચારી લીધું હતું અને રૂપલેનનું હૃદય સુનંદાએ ઘેરી લીધું હતું. બંને એકબીજાના મોહમાં પડવાથી દુખને અનુભવ કરી રહ્યા હતા, માટે જ શાસ્ત્રકારોએ મહને સર્વ દુઃખનું કારણ કહ્યો છે.
આ રીતે દિવસે ઉપર દિવસ પસાર થાય છે અને બંનેને અરસપરસ મળવાની ઉત્કંઠા તીવ્ર બનતી જાય છે. એવામાં રાજા તરફથી ઢઢેરો પીટા કે કૌમુદી-ઉત્સવ નજીક આવી રહ્યો છે, તેની ઉજવણી માટે રાજારાણી નગર બહાર પધારશે, તે વખતે બધા નગરજનોએ તેમની સાથે ગામ બહાર આવવું અને ઉત્સવમાં ભાગ લે.
સુનંદાને લાગ્યું કે આ અવસરે રૂપાસેનને મળી શકાશે, એટલે તેણે રૂપસેનને કહેવડાવ્યું કે “તમારે કોઈ પણ બહાનું કાઢીને ઘરે રહેવું અને અમુક સમયે રાજમહેલના પાછળના ભાગમાં આવવું. ત્યાં ઉપર ચડવા માટે દેરડાની સીડી તયાર હશે.”
કૌમુદી-ઉત્સવના દિવસે સુનંદા માથું દુખવાનું બહાનું કાઢી ઘરે રહી, રૂપસેન પેટ દુઃખવાનું બહાનું કાઢી ઘરે રહ્યો હવે શત્રિ ક્યારે પડે અને એકબીજાને કયારે મળીએ, એ