Book Title: Aatmtattva Vichar Part 01
Author(s): Lakshmansuri, Dhirajlal Tokarshi Shah
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
View full book text
________________
આત્માની શક્તિ
૨૭૧
ઉત્પન્ન થશે અને ત્યાંથી ચ્યવીને મનુષ્યભવમાં આવી મોક્ષ પામશે.”
પછી રાજા-રાણી બંને બીજા અનેક નગરજનો સાથે દીક્ષા લે છે અને સુનંદા સાધ્વીને સંયમનું પાલન કરતાં અવધિ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. આ જ્ઞાન થી હાથીને પ્રતિબોધ કરવાને સમય નજીક જાણ તે પિતાની ગુરુણીની આજ્ઞા લઈ વિધ્ય અટવીના કિનારે આવેલ સુગ્રામ ગામમાં ચાતુર્માસ કરે છે અને ચાતુર્માસ પૂર્ણ થયે હાથીને પ્રતિબંધ કરવા તેના તરફ જાય છે.
આ હાથીના ત્રાસથી આખું ગામ ગભરાઈ ગયું હતું, કારણ કે તેણે આ ગામના અનેક લોકો અને ઘરનો નાશ કર્યો હતે. જ્યારે પણ તે હાથી આ તરફ આવતે દેખાતે, ત્યારે લેકો આડાઅવળા થઈ જતા ને કોઈ ઊંચા છાપરા કે વૃક્ષ પર આશ્રય લેતા. ગામ લોકેએ સાથ્વીને જંગલ તરફ જતાં જોયા અને જ્યાં હાથીનું રહેઠાણ હતું, તે તરફ જ આગળ વધી રહેલા નિહાળ્યા, ત્યારે તેઓ કહેવા લાગ્યા કે “આપ એ રસ્તે જશે નહિ. હાથી આપને અવશ્ય મારી નાખશે.” છતાં સુનંદા સાદેવી નીડરતાથી એ તરફ આગળ વધવા લાગ્યા. એવામાં હાથી ઝાડીમાંથી બહાર આવ્યા અને સુનંદા સાધવીની સામે ધર્યો, છતાં સાધ્વીએ હિંમત છોડી નહિ. તેમણે તે એને ઉદ્ધાર કરવાને દઢ સંક૯પ પિતાના મનથી કરી જ લીધો હતો. લોકો સમજ્યા કે હમણાં આ સાધવીનું આવી બનશે. આ મદોન્મત્ત હાથી કોઈને છોડવાને નહિ.
પરંતુ હાથી નજીક આવ્યું અને જ્યાં સાધ્વીને જોયા