Book Title: Aatmtattva Vichar Part 01
Author(s): Lakshmansuri, Dhirajlal Tokarshi Shah
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
View full book text
________________
૨૩૮
આત્મતરવવિચાર
ચાર પંડિતોની વાત એક નગરમાં ચાર મહાપંડિતે રહેતા હતા. એક આયુ વેદને મહાપંડિત, બીજે ધર્મશાસ્ત્રને મહાપંડિત, ત્રીજો નીતિશાસ્ત્રને મહાપંડિત અને ચોથે કામશાસ્ત્રને મહાપંડિત. તેમણે પોતપોતાના વિષયને એક મહાગ્રંથ રચવાનો વિચાર કર્યો મહાગ્રંથ એટલે દશ-વીશ હજાર લોક નહિ. પણ પૂરા એક લાખ ક. તેમણે પિતાની જે પંડિતાઈ હતી, તે બધી આ ગ્રંથ રચનામાં પૂરેપૂરી રેડી દીધી.
આગલા જમાનામાં આ દેશમાં આર્ય સંસ્કૃતિના પોષક સાહિત્યની ખૂબ કદર થતી અને સુંદર કલેકરચના માટે લાખલાખ સોનામહોર ઈનામમાં અપાતી. એટલે આ પંડિતને લાગ્યું કે કોઈ કદરદાન રાજાને આપણું આ ગ્રંથરચના બતાવિશે તે પ્રસન્ન થઈને આપણને ખૂબ મોટું ઈનામ આપશે અને આપણને જીવનપર્યત અર્થચિંતા-ધનચિંતા કરવી નહિ પડે. પંડિતેને પણ પેટ વળગ્યું છે, તે ભૂલવાનું નથી. સમય થાય, એટલે તેમને પણ ખાવા જોઈએ છે, વળી પુસ્તકપાનાં પણ સારા પ્રમાણમાં રાખવાં પડે છે અને કુટુંબને નિર્વાહ કરવાને તથા વ્યવહાર સાચવવાને હોય છે.
તે વખતે જિતશત્રુ રાજા ભારે કદરદાન ગણાતે, એટલે આ ચારે પંડિતે પિતાના ગ્રંથને સુંદર રેશમી બંધનમાં સારી રીતે બાંધી, મજૂરનાં માથે ઉપડાવી જિતશત્રુ રાજા આગળ લઈ ગયા અને કહેવા લાગ્યા કે હે “રાજન ! અમે સુંદર ગ્રંથરચના કરી છે, તે તમે સાંભળો.