Book Title: Aatmtattva Vichar Part 01
Author(s): Lakshmansuri, Dhirajlal Tokarshi Shah
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
View full book text
________________
આત્માની શક્તિ
સૌધર્મેન્દ્રની શકા અને પ્રભુએ બતાવેલી અજખશક્ત.
૨૫૯
"
સહુથી પ્રથમ અભિષેક બારમા દેવલેાકના ઇન્દ્રના થાય છે, આ વખતે વિશાળ સ્નાત્રકળશેમાંથી શ્રી મહાવીર પ્રભુના શરીર પર ધાધમાર પાણી પડવાનુ છે. આ પાણીમાં એટલું ખળ હોય છે કે તેમાં હાથીના હાથી તણાઈ જાય. સૌધર્મેન્દ્રને કાઈ તીર્થંકર વખતે શકા થઈ ન હતી પણ આ વખતે શંકા થઇ કે પ્રભુ આટલી માટી જળધારાઓને કેમ સહન કરી શકશા ?' ઇન્દ્ર ભક્તિપરાયણ છે અને તે જાણે છે કે આ સાક્ષાત્ પરમાત્મા છે. છતાં તેને શકા થઇ તે ભગવાને પેાતાનાં અવધિજ્ઞાનથી જાણી અને તેની શંકા દૂર કરવા પાતાની શક્તિ પતાવવા માટે ડાખાપગના અંગૂઠા સિહાસન પર દખાન્યા કે તે સિંહાસન, શિલાપટ અને સમસ્ત મેરુ પર્યંત ધ્રુજી ઉઠ્યો. આખા જમૂદ્રીપમાં કપારી થઈ. તેના ખળભળાટ લણુસમુદ્ર સુધી પહોંચ્ચે.
આ બધું આંખના પલકારામાં બની ગયું. હજી તેા ખારમા દેવલાકના ઇન્દ્રના અભિષેક થવાના છે. સૌધર્મેન્દ્ર મેરુ પર્વત અને જમૃદ્વીપને કંપતા જોઇને તથા લવણસમુદ્રમાં ખળભળાટ થતા જોઇને વિચાર કરવા લાગ્યા કે ‘ આ બધું શું થાય છે?’ તેને કંઇક ક્રોષ પણ આળ્યે કે આવા શુભ અવસરે આવા ઉપદ્રવ કરનાર કાણુ છે? એટલે તેણે અવધિજ્ઞાનના ઉપયોગ મૂકયા અને જોયું તેા સાવ ઝખવાથેા પડી ગયા. તે વિચારવા લાગ્યા કે આ તા ખુદ ભગવાને મારાં મનના સંશય દૂર કરવા પાત્રાના અગૂઠો દબાવ્યેય તેના પ્રતાપ છે. ખરેખર
6