Book Title: Aatmtattva Vichar Part 01
Author(s): Lakshmansuri, Dhirajlal Tokarshi Shah
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
View full book text
________________
આત્માની શક્તિ
-૨૫૭
પણ તેથી તમારો દહાડો શું વળવાને નામ કરતાં કામ પર વધારે લક્ષ આપો. જે તમારો આત્મા ઉંચો હશે, પરોપકારી હશે, નીતિમાન હશે, ધર્મ બુદ્ધિથી ધર્મની આરાધના કરનારા હશે, શુદ્ધ હશે તે તમારું કલ્યાણ થવાનું. વળી ગુરુ મહારાજના તે તમે ઉપાસક છે, સેવક છે, એટલે તમને સાદા નામે બોલાવે તે પણ તમારે આનંદ માન જોઈએ,
હરિસેગમેષીની ઉષણું અને પ્રયાણ
આ પ્રમાણે ઘંટ વાગી રહ્યા પછી બધા દે ઇદ્રનો હુકમ સાંભળવા સાવધાન થાય છે. તે વખતે હરિગમેલી દેવ આકાશમાં ખૂબ ઊંચે જઈ ઘણા મોટા અવાજથી બધા દેવને સંભળાય તે પ્રમાણે ઉદષણા કરે છે કે “તીર્થ, કર ભગવંતને જન્મ થયો હોવાથી તેને ઉત્સવ કરવા ઈન્દ્ર મહારાજ પધારવાના છે. માટે દરેક દેવોએ તેમની સાથે જવા માટે તૈયાર થઈ જવું.
પછી ઈન્દ્રના હુકમથી પાલક નામનો દેવ સુંદર વિમાન તૈયાર કરે છે, તેમાં બેસીને બધા મનુષ્યલોકમાં તીર્થકરના જન્મસ્થળે આવે છે.
પ્રભુને મેરુ પ્રત્યે લઈ જવું તેમાંથી ઈન્દ્ર નીચે ઉતરીને તીર્થંકરની માતા પાસે જાય છે અને તેમને નમન કરીને કહે છે કે “તમે જરા પણ ગભરાશો નહિ. અમે તીર્થકર ભગવાનને અભિષેક કરવા તેમને મેરુ પર્વત પર લઈ જઈએ છીએ.” આમ કહી ઈન્દ્ર ભગવાનનું એક આબેહૂબ પ્રતીક બનાવી માતાના પડખામાં મૂકે છે. ૧૭.