Book Title: Aatmtattva Vichar Part 01
Author(s): Lakshmansuri, Dhirajlal Tokarshi Shah
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
View full book text
________________
૨૫૪
આત્મતત્વવિચાર
હતી. દરવાજે કયારે ખુલ્યો? તેઓ બહાર કયારે નીકળ્યા? કેવી રીતે નીકળ્યા? તે વિષે કંઈ પણ જાણતા ન હતા. પરંતુ નમસ્કારનાં સ્મરણથી પ્રસન્ન થયેલા અધિષ્ઠાયક દેવે સહાય કરી હતી. દેવતાને ખબર પડે એટલે આંખના પલકારામાં આવી પહોચે અને બધું કામ પતાવી દે. આ બધું મોઢેથી કહેતાં વાર લાગે, તેટલી વાર પણ દેવતાઓને આવતાં લાગે નહિ. સૌધર્મેન્દ્રનાં જન્મની જાણું અને જવાની તૈયારી.
દિકકુમારિકાઓનું બધું કામ પતી ગયા પછી સૌધર્મેન્દ્રનું સિંહાસન કંપે. સૌધર્મેન્દ્ર ૩૨ લાખ વિમાનેવાળા સૌધર્મદેવકનો માલીક છે. જેવું તેનું સિંહાસન કંપે, તે તે અવધિજ્ઞાનને ઉપગ મૂકે અને જાણી લે કે તીર્થકર ભગવંતને જન્મ થયો છે. પછી તે હરિગમેષ દેવને બોલાવીને હુકમ કરે કે “બધા દેને ખબર આપો કે તીર્થકર ભગવંતનો જન્મ થયેલો હોવાથી ઈન્દ્ર અભિષેક કરવા જાય છે, માટે સહુએ તૈયાર થઈને ઈન્દ્રની પાસે હાજર થવું.
આ ખબર આપવાની રીત પણ સમજવા જેવી છે. સૌધર્મ દેવલેકમાં સૌધર્માવલંસક વિમાનમાં સૌધર્મ સભામાં સુષા નામને એક માટે ઘંટ છે. તે હરિગમેષી દેવ વગાડવા માંડે કે બત્રીસ લાખ વિમાનમાં રહેલા ઘટે પણ વાગવા લાગે છે. આ ઘંટ કુલ ત્રણવાર વગાડવામાં આવે છે.
વિમાનમાં મોટા અને શાશ્વત મહેલે હોય છે અને તે દરેક મહેલની અંદર આનંદપ્રમોદનાં સાધન હોય છે. તેથી દેવે નિરંતર આનંદમય-પ્રભેદમય ક્રીડા કરતા હોય છે. આ