Book Title: Aatmtattva Vichar Part 01
Author(s): Lakshmansuri, Dhirajlal Tokarshi Shah
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
View full book text
________________
^^^^^^^^
^^^^^
^^
^^^^^^^^^
આત્માની શક્તિ
૨૫૩ થાય, જે તેમને જન્મ થાય કે તરત જ દિકુમારિકાઓના આસન કંપે, આસન કંપ્યા પછી પિતાનાં સહજ અવધિજ્ઞાનથી તેઓ જાણી લે કે હવે કન્ય સ્થળે કોને ત્યાં તીર્થ". કરને જન્મ થયો છે. ત્યાર પછી આભિગ્ય દેવને વિમાન બનાવવા અને તૈયારી કરવાનો હુકમ આપે અને વિમાને તૈયાર થતાં તેમાં ચડી જન્મસ્થળે આવી પહોચે. તીર્થંકરની માતાનું સૂતિકા કર્મ અને બીજું કામ આ દિફકુમારિકાઓ સંભાળી લે.
એક પ્રાસંગિક ઘટના દેએ આવવાની ગતિ સંબંધમાં એક પ્રાસંગિક ઘટના કહીશું. થોડા વખત પહેલાં જ્યારે અમારું ચોમાસું બેંગલોરમાં હતું, ત્યારે મદ્રાસની ગ્રાઉથ ફલેર મીલવાળા શેઠ પુનમચંદ રૂપચંદ અમારી પાસે પર્યુષણ પર્વ કરવા માટે આવ્યા. પર્યુષણ પછી તેઓ બેંગલોરના એક ભાઈ સાથે હૈસૂર જવા માટે મોટરમાં નીકળ્યા. રસ્તામાં એ મોટરને અકસ્માત થયા. એ જ વખતે એમનાં મુખમાંથી “નમે અરિહંતાણું” શબ્દ નીકળી પડે. જેમને નમસ્કારમાં શ્રદ્ધા હોય, દિલમાં નમસ્કારનું રટણ હેય, તેનાં મનમાંથી જ આવી રીતે અણીના સમયે “નમો અરિહંતાણું”ને ઉચ્ચાર થાય.
પછી શું થયું? તેની તેમને ખબર ન પડી. જ્યારે આંખે ખોલી ત્યારે મોટરમાં બેઠેલા બધા મોટરની બહાર ઊભા હતા. કઈને કશી ઈજા થઈ ન હતી. ફક્ત પેલા બેંગલોરવાળા ભાઈને પગમાં ડું વાગ્યું હતું. બાજુમાં મોટ૨ તૂટેલી પડી