Book Title: Aatmtattva Vichar Part 01
Author(s): Lakshmansuri, Dhirajlal Tokarshi Shah
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
View full book text
________________
૨૧૨
આત્મતત્વવિચાર
વાત તો એ છે કે આ પુસ્તક તેમણે અગાઉ કદી જોયેલું હેતું નથી. | મુંબઈમાં વસતા અધ્યાત્મવિશારદ ડો. મુળશંકર હીરજીભાઈ વ્યાસ અહીં બેઠાં સેંકડો માઈલ દૂરની વસ્તુ જેઈને તેનું વર્ણન કરી શકે છે. તેમણે સં. ૨૦૧૫ની સાલમાં સુંદર બાઈ હેલમાં જૈન સાહિત્ય પ્રકાશનમંદિર તરફથી જાએલા શિક્ષાસ્મૃતિ-સમારોહ પ્રસંગે આંખે પાટા બાંધીને અનેક વસ્તુનાં નામ કહી આપ્યાં હતાં, તથા જુદી જુદી ભાષાનાંપુસ્તકોનાં નામ પણ કહી આપ્યાં હતાં. તેમની આંખો પ્રથમ બંધ કરાવીને ઉપર રૂના મોટા પિલ મૂકવામાં આવ્યા હતા, પછી રૂમાલ કસીને બાંધવામાં આવ્યું હતું, ત્યાર બાદ આઠવડું ખાદીનું કપડું બાંધવામાં આવ્યું હતું, એટલે પાટામાં કોઈ ગફલત હોવાની શંકાને સ્થાન નથી. જ્યારે તેઓ કબાટમાં રહેલી, ભયમાં રહેલી, પાણીમાં રહેલી અને સેંકડો માઈલ દૂર રહેતી વસ્તુ કહી શકે છે, ત્યારે આપણને આત્માની ગમે તેટલી દૂર રહેલી વસ્તુ જેવા જાણવાની શક્તિ વિષે ખાતરી થાય છે.
થોડા વખત પહેલાં મુંબઈ સમાચાર સાપ્તાહિકમાં શ્રી ગિરિશચંદ્ર વનવાસીએ “માનવી ભૂત, ભવિષ્ય અને વર્તમાન
* આ સમારોહ જૈન શિક્ષાવલીની પ્રથમ શ્રેણીનાં પ્રકાશનનિમિત્ત સં. ૨૦૧૫ ના મહા વદિ ૧૩ ના દિવસે શ્રી મંગલદાસ પકવાસાનાં અધ્યક્ષસ્થાને ઉજવાયો હતો અને તેમાં મુંબઈના અનેક ધીમાન-શ્રીમાને હાજર હતા. તેમની સમક્ષ આ પ્રયોગ કરવામાં આવ્યા હતા,