Book Title: Aatmtattva Vichar Part 01
Author(s): Lakshmansuri, Dhirajlal Tokarshi Shah
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
View full book text
________________
પુનમ
૧૦૧
રૂપી દેરડાથી બાંધી લેશે તે જ ઠેકાણું પડશે. જે ઈન્દ્રિએના વિષયમાં લલચાયા તે ડૂખ્યા સમજજે. તેનાથી દૂર ભાગવું જ સારું છે.
ઈન્ડિયાના સુખે ગુડરાબ જેવાં છે અને આમિક સુખ બરફી પૅડા જેવા છે, તે માટે એક દષ્ટાંત સાંભળે–
શેઠ અને જાટનું દષ્ટાંત મારવાડને એક વેપારી શેઠ સાસરે જવા નીકળ્યો, સાસરું પાંચ કેશ દૂર. સવારમાં ચાલવાનું શરૂ કર્યું કે દશ વાગે અઢી કેશ પહોંચ્યા. હવે માથે તડકો અને નીચે ગરમ વેળુ રેતી) આ મરૂભૂમિમાં આકડાના અને કેર– ડાના નાના નાના ઝાડ સિવાય એક પણ ઝાડ જેવા ન મળે. આકડાની છાયા તે તેના પિતાનામાં જ બેસી જાય.
શેઠ મુંઝાયા. આગળ કેમ જવું? તેણે પાછળ જોયું તે એક જાતનું ગાડું ચાલ્યું આવતું હતું. તેને ઊભું રાખીને શેઠે પૂછયું: “કયાં જાઓ છો ?” પેલાએ જવાબ આવે : “આગળના ગામ.” શેઠે કહ્યું: “હું થાકી ગયો છું. તારા ગાડામાં બેસવા દઈશ ?”
જાટે પણ શેઠની આ સ્થિતિને લાભ લઈ પૂછયું : “શું આપશે?” શું જોઈએ તારે ?” શેઠે સામું પૂછયું, જાટે ઈશારાથી કહ્યું : “ખાવાનું.” શેઠ તે જમાઈ તરીકે જવાના હતા, એટલે તેમણે હા પાડી. પેલાએ કહ્યું: “છાશરિટલે નહિ ચાલે. ગુડરાબ આપે તે આવું.”