Book Title: Aatmtattva Vichar Part 01
Author(s): Lakshmansuri, Dhirajlal Tokarshi Shah
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
View full book text
________________
આત્માનું મૂલ્ય
૧૨૫
શરીર તમને પ્યારું છે, એટલું જ નહિ પણ તે ખૂબ પ્યારું છે. તેને રખે કંઈ થઈ જાય એ ભીતિ તમારા મનમાં સદા રહ્યા કરે છે અને તેથી જ તમે અનેક જાતની સાવચેતી રાખે છે, અનેક જાતના ઉપાયે કરો છો. | જીવન સંરક્ષણની ભીતિ શરીર પર કેવી અસર ઉપજાવે છે, એ એક વાર ચાર ડૉકટરોએ ભેગા થઈને પ્રયોગ કર્યો હતે. એક તદ્દન તંદુરસ્ત અને ખડતલ જણાતાં માણસને તપાસીને પ્રથમ ડોકટરે કહ્યું કે “આમ તે તમારું શરીર બરાબર જણાય છે પણ થોડી વારમાં તમને તાવ આવશે.” આ સાંભળી પેલો માણસ ભડક્યો. “શું મને તાવ આવશે?” એ વિચાર તેનાં મનમાં સવાર થઈ ગયા. થોડી વાર પછી બીજા ડૉકટરે તેને તપાસીને કહ્યું કે “તમારા શરીરમાં તાવ છે અને તે વધી જવા સંભવ છે, માટે હમણું જ દવાને એક ડોઝ લઈ લે.” આ સાંભળી પેલા માણસને ફાળ પડી કે કોઈ મોટી બિમારી તે લાગુ નહિ પડી જાય? તેનાં મનમાં એ ભયની એટલી બધી અસર થઈ કે તે થોડી જ વારમાં તાવથી હમહમવા લાગ્યો. તેને ત્રીજા ડોકટરે તપાસ્યો ત્યારે તેનાં શરીરમાં ૧૦૪ ડીગ્રી તાવ હતો. તેને ભયની અસર પૂરેપૂરી થઈ ચૂકી હતી. એટલે હવે તેને ભયમુક્ત કરવાની જરૂર હતી. આથી એ ડૉકટરે કહ્યું કે “તમને તાવ ખૂબ આવેલ છે, પણ અમારી પાસે તેની અકસીર દવા છે. તમે જરાયે ફીકર કરશે નહિ. થોડી વારમાં તમારે તાવ ઉતરી જશે. આથી પેલા માણસને ખૂબ રાહત મળી અને ડૉકટરની દવા પીધા પછી થોડી જ વારમાં તાવ ઉતરવા લાગ્યા. ત્યારબાદ ચેથા ડૉકટરે તેને તપાસ્ય