Book Title: Aatmtattva Vichar Part 01
Author(s): Lakshmansuri, Dhirajlal Tokarshi Shah
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
View full book text
________________
૨૦૮
આત્મતત્વવિચાર
સિદ્ધાંતની બાબતમાં પણ એમ જ સમજવાનું છે. જેઓ કુદેવ, કુગુરુ અને કુવચનમાં શ્રદ્ધા રાખીને તેને અનુસરે છે, તેમને ફાયદો થવાને બદલે નુકશાન થાય છે, તેથી જ શાસ્ત્રકારોએ દેવ, ગુરુ અને પ્રવચનની પરીક્ષા કરવાનું કહ્યું છે અને તેમાં જે સમ્યફ એટલે સાચા જણાય, તેને અનુસરવાને આદેશ આપે છે.
સુદેવ, સુગુરુ અને સુધર્મ પરની શ્રદ્ધાને સમ્યક્ત્વ કહેવામાં આવે છે. સમ્યક્ત્વના પ્રતાપે જ જ્ઞાન અને ક્રિયા સફળ થાય છે. એક મનુષ્ય બહુશ્રુત હોય અને ધાર્મિક ક્રિયા પણ કરતા હોય, પરંતુ તે સમ્યક્ત્વથી રહિત હોય તે તેને આધ્યાત્મિક વિકાસ થવાને નહિ શાસ્ત્રકાર ભાગતે કહે છે.
विना सम्यक्त्वरत्नेन व्रतानि निखिलान्यपि । मश्यन्ति तत्क्षणादेव ऋते नाथाद्यथा चमूः ॥ तविमुक्तः क्रियायोग: प्राय: स्वल्पफलप्रदः । विनानुकूलवातेन कृषिकर्म यथा भवेत् ॥
સમ્યકત્વ રત્ન વિના બધાં વ્રતે સેનાપતિ વિનાની સેનાની જેમ તરત જ નાશ પામે છે. અનુકૂળ પવન વિના જેમ ખેતી ફલદાયક થતી નથી, તેમ સમ્યકત્વ વિના બધી કિયાએ પ્રાયઃ અ૫ ફળ આપનારી થાય છે.”
શ્રાવકનાં બાર ત્રત સમ્યક્ત્વનું મૂલ કહેવાય છે, કારણ