Book Title: Aatmtattva Vichar Part 01
Author(s): Lakshmansuri, Dhirajlal Tokarshi Shah
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
View full book text
________________
.
god
.. . ... . ... .. 0909 2000000000000000000
Ne,
Sponsoreoooooooooooooooooooooooooooo
1
:
doshootdooooooooooooooo - - -
-
oGhooooooooooooooo i
વ્યાખ્યાન અગીયારમું
સર્વજ્ઞતા મહાનુભાવે ! | શ્રી ઉત્તરાધ્યયનસૂત્રનાં છત્રીશમાં અધ્યયનમાંથી ઉદભવેલા આત્માના વિષય પર અત્યાર સુધીમાં કેટલુંક વિવેચન થઈ ગયું છે, તે તમને યાદ હશે. મહત્વની વાતે તે તમે નહિ જ ભૂલ્યા હે સાંભળેલા વિષય પર ચિંતન-મનન કરવાથી તે બરાબર યાદ રહે છે અને તેનું રહસ્ય પણ હૃદયમાં ઊંડું ઉતરે છે. પરંતુ અહીં સાંભળેલું અહી જ મૂકતા જાઓ તે સ્થિતિ રળિયા ગઢવી જેવી સમજવી. “રળિયા ગઢવી કયાં ગયા” તા, તે કહે ઠેરના ઠેર.”
સ્વાધ્યાયના પાંચ પ્રકારોમાં ત્રીજો પ્રકાર પરાવર્તનાને છે. એનો અર્થ છે કે જે કંઈ શીખ્યા હોઈએ, તેને વારંવાર યાદ કરતાં રહેવું. એક ગુરુ ચેલાને પૂછે છે કે –
પાન સડે છેડા હઠે, વિદ્યા વિસર જાય; તવા ઉપર રેટી જલે, કહે ચેલા કયું થાય?
હે ચેલા? નાગરવેલનાં પાન સડી રહ્યા છે, ઘેડે હઠ કરી રહ્યો છે, શીખેલી વિદ્યા ભૂલાઈ રહી છે અને તવા ઉપર નાખેલી રોટલી બળી રહી છે, તેનું કારણ શું?”
ચેલો બુદ્ધિશાળી છે. તે ચારે પ્રશ્નને એક જ ઉત્તર આપે છે કે “ગુરુજી ફેરવ્યા વિના. એટલે નાગરવેલનાં