Book Title: Aatmtattva Vichar Part 01
Author(s): Lakshmansuri, Dhirajlal Tokarshi Shah
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
View full book text
________________
૧૮૮
આત્મતત્ત્વવિચાર
હસ અને કેશવની વાત.
એક ગામની બહાર એ ભાઇએ ચાલ્યા જતા હતા. તેમાં હ ́સ માટા હતા અને કેશવ નાના હતા. રસ્તામાં ગુરુ મહારાજ મળ્યા. તેમણે નૈને ઉપદેશ આપ્યા કે રાત્રિભાજન એ નરકના દરવાજો છે, માટે તેના ત્યાગ કરી. તે વખતે ખ'ને ભાઈઓએ રાત્રિભાજન ન કરવાની પ્રતિજ્ઞા લીધી.
કામથી પરવારી ઘરે પાછા ફર્યાં, ત્યારે રાત્રિ પડી ગઈ હતી, એટલે તેમણે જમવાની ના પાડી દીધી. પિતાએ પૂછ્યુ કે ‘કેમ જમવું નથી ?' ત્યારે તેમણે પાતાની પ્રતિજ્ઞાની વાત કરી. પિતાને આ ખિલકુલ ગમ્યું નહિ. તેમણે ઘરમાં કહી દીધું કે ‘ આવતી કાલથી આમને દિવસના ભાગમાં કઈ પણ ખાવાનું આપશે। નહિ. ’
સવારે તેને દુકાને લઇ ગયા અને સાંજ સુધી છેાડ્યા નહિ. રાત્રે પાછા આવ્યા, ત્યારે માતાએ શેાજન આગળ ધર્યું, પણ પ્રતિજ્ઞામાં દેઢ રહી બંને જણાએ જમવાની ના પાડી દીધી. મા-બાપને થયું કે આજે નહિ તેા કાલે જમશે.
બીજા દિવસે પણ પિતાએ તેમને દુકાને લઈ જઈ સાંજે છેાડ્યા અને તેઓ રાત્રે ઘરે પહોંચ્યાં. આ વખતે તેમની આગળ ખાવાનું ધરવામાં આવ્યું, પણ તેમણે એની સામે નજર પણ કરી નહિ. આમ કરતાં ચેાથેા દિવસ થયા, ત્યારે પિતાએ કહી દીધું કે મારા ઘરમાં રહેવું હાય તે રાતે જમવું પડશે, નહિ તે તમે તમારા રસ્તા શેાધી લે.'