Book Title: Aatmtattva Vichar Part 01
Author(s): Lakshmansuri, Dhirajlal Tokarshi Shah
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
View full book text
________________
આત્માને ખજાનો
૧૬૫ પિતાએ તેને ઘણે મના, ત્યારે બોલ્યા કે “આજે આપણા મકાનની નીચે જે નટ લેકે નાચતા હતા, તેમની પુત્રી મને પરણો તે હા, નહિ તે ના.”
પિતાએ કહ્યું: “આપણે ત્યાં સુંદર કન્યાની કયાં ખેટ છે કે તું આ નટપુત્રીને પરણવાની ઈચ્છા રાખે છે? પણ ઈલાપુત્ર સમજે નહિ. આખરે ધનદત્ત શેઠે નટકોને બોલાવીને કહ્યું, કે “તમારે લેવું હોય તેટલું ઘન લો, પણ તમારી પુત્રી મારા પુત્રને પરણા.” નટલે કેએ કહ્યુંઃ શેઠ! અમે અમારી પુત્રીને વેચવા ઇચ્છતા નથી. પરંતુ તમારા પુત્ર જે અમારી સાથે રહે અને અમારી બધી વિદ્યાઓ શીખી કોઈ રાજાને રીઝવે અને તેની પાસેથી મોટું ઈનામ મેળવે, તે તેને અમારી પુત્રી પરણાવીએ.
આ શરતને નામોશીભરેલી ગણું ધનદ શેઠે તેને સ્પષ્ટ ઈન્કાર કર્યો, પણ ઇલાપુત્રનું મન નટડીમાં ચેટયું હતું એટલે તેણે એ શરત સ્વીકારી લીધી અને માતપિતા તથા ધનવૈભવનો ત્યાગ કરી નટની સાથે ચાલી નીકળ્યા. મેહથી મનુષ્યના મનમાં કેવી વ્યાકુળતા પેદા થાય છે, તેને આ નમુને છે.
નટની સાથે રહેતાં ઈલાપુત્ર તેમની બધી વિદ્યા શીખી ગયો અને રાજાને રીઝવવાના ઈરાદાથી તે બેનાતટ નગરે આવ્યા. ત્યાં રાજાની રજા લઈ રાજમહેલની પાસેના ચોકમાં ખેલ કરવા લાગ્યા. આજે સર્કસના ખેલ જોઈ લકે મહામાં આંગળા નાખે છે, પણ આપણ નટકોના ખેલે તેના કરતાં ઘણા ચડિયાતા હતા. વાંસ પર વાંસ બાંધે અને તેના પર