Book Title: Aatmtattva Vichar Part 01
Author(s): Lakshmansuri, Dhirajlal Tokarshi Shah
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
View full book text
________________
આત્માને ખજાને
૧૬૭
~~
~
બતાવવા લાગ્યો, પણ જેણે પહેલેથી જ મનમાં ગાંઠ વાળી હેય તે શેને રે?
લોકો વિચાર કરે છે કે આવા અદ્દભુત ખેલ છતાં રાજા કેમ રીઝતે નથી? જરૂર દાળમાં કંઈક કાળું છે. રાણીને પણ રાજાનું આ વલણ ઊંડા વિચારમાં મૂકી દે છે અને રખે રાજાની દાનત પેલી નટપુત્રી પર પડી હોય, એવી શંકા તેનાં મનમાં પેદા કરે છે.
છેવટે ઈલાપુત્ર પાંચમી વાર વાંસ પર ચડયો અને જીવ સટોસટને ખેલ કરવા લાગ્યો. ત્યાં તેની નજર બાજુની હવેલીમાં ગઈ. ત્યાં એક અત્યંત રૂપવતી નવયૌવના સ્ત્રી હાથમાં મોદકનો થાળ લઈને ઉભી છે અને મુનિરાજને તે ગ્રહણ કરવા વિનંતિ કરી રહી છે, પણ મુનિરાજ મોદક લેતા નથી કે આંખ ઊંચી કરીને પેલી સ્ત્રી સામું જોતા પણ નથી.
જ્ઞાન થવામાં પણ કંઈક નિમિત્ત જોઈએ, તે ઇલાપુત્રને મળી ગયું. તે વિચાર કરવા લાગ્યો કે પોતે યુવાન છે, સામે રૂપવતી સ્ત્રી છે અને એકાંતને યોગ છે, છતાં તેમનું રૂંવાડું ફરકતું નથી અને હું એક નટડીના પ્રેમમાં પાગલ બનીને ઠેર ઠેર ભટકી રહ્યો છું. ધિક્કાર છે મારી જાતને ! ફીટકાર હો મારી આ મોહાંધ દશાને! હું આ બુઝદીલ રાજાને રીઝવવા મારી જીંદગીને હોડમાં મૂકી રહ્યો છું એ પણ મૂર્ખતાની પરાકાષ્ટા છે. હું ઘણું ભૂલ્યા, પણ હવે મારી બાજી સુધારી લઈશ.
ઈલાપુત્રને ભેગની નિઃસારતા સમજાઈ અને આત્મા