Book Title: Aatmtattva Vichar Part 01
Author(s): Lakshmansuri, Dhirajlal Tokarshi Shah
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
View full book text
________________
૧૮૪
આત્મતત્વવિચાર કરત, પણ એ હતી જડ શક્તિ એટલે અથડાયા સિવાય બીજું પરિણામ શું આવે? રેકેટમાં મનુષ્યને મોકલવાના પ્રયત્ન થાય છે, તે એટલા જ માટે કે યંત્ર પર કાબુ રહી શકે. તેની દિશા બદલવી હોય તે દિશા બદલી શકે અને ધાયું ઉતરાણ કરી શકે.
આ રીતે જડની ક્રિયાશક્તિમાં અને આત્માની ક્રિયાશક્તિમાં ઘણો મોટો તફાવત છે.
જે આત્મા શુભક્રિયાઓમાં પ્રવૃત્ત થાય તે પુણ્યને સંચય કરે છે અને અશુભ ક્રિયાઓમાં પ્રવૃત થાય તે પાપને સંચય કરે છે. આ પુણ્ય-પાપનાં ફળ તેને આ લોકમાં કે પરલોકમાં અવશ્ય ભોગવવા પડે છે, તેથી જ આત્માને કર્મને કર્તા અને ભક્તા માનવામાં આવ્યું છે.
કેટલાક કહે છે કે આત્મા પોતે કંઈ પણ ક્રિયા કરતો નથી, પણ ઈશ્વર તેને ક્રિયા કરવાની પ્રેરણા કરે છે, એટલે તે સારી કે ખોટી ક્રિયા કરવામાં પ્રવૃત્ત થાય છે. અહીં પ્રશ્ન એ થાય છે કે જે ઈશ્વર જ આત્માને ક્રિયા કરવાની પ્રેરણું કરતો હોય તે માત્ર સારાં કામ કરવાની જ પ્રેરણા કેમ કરતો નથી? ખરાબ કે દુષ્ટ કામ કરવાની પ્રેરણા શા
* ईश्वरप्रेरितो गच्छेत् , स्वर्ग वा श्वभ्रमेव वा ।
अन्यो जन्तुरनीशोऽयमात्मनः सुखदुःखयोः ॥
ઈશ્વરની પ્રેરણાથી જીવ સ્વર્ગમાં અથવા નરકમાં જાય છે, તેમ જ ઈશ્વરની પ્રેરણું વિના આ જીવ પોતાને સુખ મેળવવામાં કે દુખ મેળવવામાં સમર્થ નથી.”