Book Title: Aatmtattva Vichar Part 01
Author(s): Lakshmansuri, Dhirajlal Tokarshi Shah
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
View full book text
________________
આત્માનો ખજાનો
મોટર પિતાની મેળે ચાલશે કે ગતિમાન થશે ખરી? મોટ૨માં પેટ્રોલ ભરીને તેને ચાલતી કરી હોય અને એક દિશામાં છોડી મૂકી હોય તે શું પરિણામ આવે? મનુષ્ય, પશુ વગેરે જીવંત પ્રાણીઓ રસ્તામાં વળાંક આવતું હશે તે વળાંક લેશે, ખાડે આવતું હશે તે કૂદી જશે અને સામેથી માલની ભરેલી કોઈ લોરી આવતી હશે તે બાજુએ હઠી જશે. પણ મટર નહિ તે વળાંક લે, નહિ તે ખાડો કૂદે કે નહિ તે બાજુએ હઠે. એ તે ચાલી એટલે ચાલી. પછી ભલે થોડી જ વારમાં અકસ્માત થાય અને તેના ભુક્કો ઉડી જાય. જે માટર પિતાની મેળે જ કેઈ સ્થળે પહોંચી શકતી હેત તે ડ્રાઈવરની જરૂર રહેત નહિ. પણ દરેક મેટરને ડ્રાઈવર જોઈએ છે, તે એમ બતાવે છે કે તે પિતાની મેળે કઈ પણ સ્થળે જઈ શકતી નથી. રેલવે, સ્ટીમર, સબમરીન, વિમાન વગેરે સર્વ યાંત્રિક વાહનનું એમ જ સમજવું.
મનુષ્ય, પશુ વગેરે જીવંત પ્રાણીઓ અમુક સ્થળે જવું હેય તે રસ્તામાં ભશે, આરામ કરશે, ખાશે-પશે અને વળી પિતાને માર્ગ કાપશે, પણ યંત્રથી ગતિમાન થયેલ જડ પદાર્થ તેમ કરી શકશે નહિ. બંદુકમાંથી ગોળી છૂટી એટલે સીધી નિશાન તરફ જ જવાની. તે રસ્તામાં કયાંય થોભે કે કયાંય આરામ કરે.
યંત્રબળથી ગતિ કરતું એક રોકેટ હમણાં ચંદ્રની સપાટી પર પહોંચ્યું કહેવાય છે. તે ત્યાં જઈને અથડાયું કે ઉતર્યું? જે તેમાં જીવંત ક્રિયાશક્તિ હેત તે તે રીતસરનું ઉતરાણ