Book Title: Aatmtattva Vichar Part 01
Author(s): Lakshmansuri, Dhirajlal Tokarshi Shah
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
View full book text
________________
૧૭૮
આમતરવવિચાર
સાદિસપર્યવસિત શ્રત છે, અભવ્ય છે માટે અનાદિ અપયંવસિત શ્રત છે.
જેમાં સરખા આલાપકો હોય તેવું દષ્ટિવાદ (બારમા અંગ)નું શ્રુત તે અંગમિકશ્રુત કહેવાય અને જેમાં સરખા આલાપ નથી, તેવું દષ્ટિવાદ સિવાયનું બીજું શ્રુત તે અગમિશ્રુત કહેવાય.
શ્રીગૌતમસ્વામી વગેરે ગણધર ભગવંતોએ રચેલું તે અંગપ્રવિષ્ટશ્રુત કહેવાય અને શ્રી ભદ્રબાહુવામી વગેરે સ્થવિર ભગવંતે એ રચેલું તે અંગબાહ્યશ્રુત કહેવાય. દ્વાદશાંગી એ અંગપ્રવિણભૃત છે અને ઉપાંગ, પન્ના વગેરે અંગબાહ્યબુત છે.
શાસ્ત્રોનું જ્ઞાન સાંભળવાથી મળે છે, તેથી તેને મૃત કહેવામાં આવે છે. આપણું શ્રુત-સાગર જેટલું વિશાળ છે, એટલે તેને મૃતસાગરની ઉપમા અપાય છે. જ્ઞાનને લગતે જે આઠ પ્રકારને આચાર છે, તે આ શ્રુતજ્ઞાન અંગે સમજવાને છે.
શ્રત એગ્ય કાલે ભણવું, તે કાલ નામને જ્ઞાનાચાર, શ્રત ગુરુ અને શાસ્ત્રના વિનયપૂર્વક ગ્રહણ કરવું, તે વિનય નામને જ્ઞાનાચાર શ્રત ગુરુ અને શાસ્ત્ર પ્રત્યેના બહુમાન પૂર્વક ગ્રહણ કરવું, તે બહુમાન નામને જ્ઞાનાચાર, શ્રત ઉપધાનપૂર્વક ગ્રહણ કરવું તે ઉપધાન નામને જ્ઞાનાચાર. ઉપધાન તે આજે ખૂબ થઈ રહ્યાં છે, એટલે તેનું સ્વરૂપ તમે જાણતા જ હશો. - જ્ઞાન આપનાર ગુરુનું નામ, જાતિ વગેરે છૂપાવવા નહિ, તે અનિહૂનવતા નામનો જ્ઞાનાચાર સૂત્રપાઠના અક્ષરે હોય
* શ્રી હરિભદ્રસૂરિએ શ્રી મહાવીરસ્તુતિ અપનામ સંસારદાવા નલ રતુતિનાં બીજા પદ્યમાં “સારું વીરાનમઝનિધિ સારું સાધુ છે. એ શબ્દોથી આગમોની સરખામણ સાગર સાથે કરેલી છે, અન્યત્ર પણ તેમણે જિનાગમને સાગર સદંશ કહ્યાં છે.