Book Title: Aatmtattva Vichar Part 01
Author(s): Lakshmansuri, Dhirajlal Tokarshi Shah
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
View full book text
________________
સ્માત્મતત્ત્વવિચાર
રૂપ, રંગ, અવયવ, સ્થાન વગેરેના સ્ફુટ વિશેષ એધ થાય છે તે જ્ઞાન. જ્ઞાતે અનેન અમાર્ વા તિજ્ઞાનમ્ - -જેના વડે તે જેનાથી જાણી શકાય તે જ્ઞાન. આ વ્યાખ્યા પ્રમાણે દશનને પણ જ્ઞાનના જ એક ભાગ કહી શકાય, કાણુ કે તે વસ્તુનું જ્ઞાન થવામાં ઉપયોગી છે.
૧૪૨
જાણવુ એ એક પ્રકારના ચેતનાવ્યાપાર છે, એટલે તે ચેતનાયુક્ત દ્રવ્યમાં જ સભવે છે, આવું ચેતનાયુક્ત દ્રવ્ય આત્મા છે, એટલે જાણવાની ક્રિયા આત્મામાં જ સભવે છે. તળાઈ મશરૂની હાય. પણ તેની સુંવાળપ ખાટલા કે પલ`ગને જણાતી નથી. મીઠાઈ ગમે તેટલી સ્વાદિષ્ટ હોય. પણ કડછી કે ચમચાને તેના સ્વાદ લાગતા નથી. ફુલ ગમે તેવા સુગંધી હાય, પણ ટાપલી કે ફુલદાનીને તેનુ ભાન થતું નથી. મુગટ, હાર વગેરે ગમે તેટલાં સુંદર હેાય, પણ ડાભડાને એ સુંદરતાના ખ્યાલ આવતા નથી. અને વીણા-સીતાર વગેરેમાં સ્વરની ગમે તેવી મધુરતા હોય, પણ ખુરશી કે દિવાલને તેના અનુભવ થતા નથી.
ચેતના વ્યાપારને કહેવામાં આવે છે ઉપયાગ, પણ તે તમે સમજો છે એવા અર્થમાં નથી. એક જ શબ્દના જુદા જુદા અર્શી થાય છે. તે પર એક છાંત સાંભળે.
ભીલ રાજાની ત્રણ રાણીનું દૃષ્ટાંત.
ત્રણ રાણીઓ સાથે લઈને ભીલ રાજા પ્રવાસ કરી રહ્યો હતા. જ્યાં પહોંચવાનુ` હતુ`, તે સ્થાન હજી ઘણું દૂર હતું. તે વખતે એક રાણીએ કહ્યું કે હે સ્વામિન્! તરસથી
"