Book Title: Aatmtattva Vichar Part 01
Author(s): Lakshmansuri, Dhirajlal Tokarshi Shah
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
View full book text
________________
૧૧૬
આત્મતત્વવિચાર
જવાબ ૩૮ ક્રોડ, ૭૪ લાખ, ૨૦ હજાર અને ૪૮૯ અંકને આવે. ઉપર વખત અને સાધનની વાત કરીએ તેને ખુલાસો પણ કરી દઈએ. એક માણસ ખાવું-પીવું બધું છોડીને માત્ર અંકે લખતા જ રહે અને એક મીનીટના ૧૦ અકો લખે તે આ સંખ્યાને લખતાં લખતાં લગભગ ૭૪ વર્ષ લાગેઝ અને એક ઇંચમાં ૧૦ અક્ષરો લખે તે તેને લખવા માટે ૬૧૧ માઈલથી પણ વધારે લાંબી પટી જોઈએ. હવે તમે જ કહે કે આટલો સમય અને આટલું સાધન કોણ લાવી શકે?
પરંતુ શાસ્ત્રીય ગણિત આથી પણ આગળ વધે છે અને ઉત્કૃષ્ટ સંખ્યાને ખ્યાલ અનવસ્થિત, શલાકા, પ્રતિશલાકા અને મહાશલાકાનાં ઉપનામો વડે આપે છે.
અહીં એ જણાવી દઈએ કે વ્યવહાર–ગણિત ગણના માટે સંખ્યાત અને અસંખ્યાત એવા બે જ પ્રકારે માને છે અને અસંખ્યાતને જ અનંત કહે છે, પણ જૈન શાસ્ત્રકારોએ એથી આગળ વધીને વસ્તુની ગણના માટે પ્રણ પ્રકારે બતાવ્યા છે. સંખ્યાત, અસંખ્યાત અને અનંત. તેમાં સંખ્યાત ત્રણ પ્રકા૨ના બતાવેલા છે–જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ. ૧ ની ગણના સંખ્યામાં થતી નથી, એટલે ૨ એ જઘન્ય સંખ્યા છે, ૩ થી માંડીને ઉત્કૃષ્ટ સુધીની સંખ્યા માધ્યમ છે અને
૧ મિનિટના દરા, તે કલાકના ૬૦૦ અને ૨૪ કલાકના ૧૪૪૦૦ તેને વર્ષના દિવસ ૩૬૦ થી ગુણએ તે ૧૫૮૪૦૦૦ ની સંખ્યા આવે. તેને ઉપર્યુક્ત ૭૮૭૪૨૦૪૮૯ સંખ્યાએ ભાંગતાં ૭૪ ભાગાકાર આવે. અને ૩૬૦૪૪૮૯ શેષ વધે એટલે અહીં લગભગ ૭૪ વર્ષ કહ્યા છે.