Book Title: Aatmtattva Vichar Part 01
Author(s): Lakshmansuri, Dhirajlal Tokarshi Shah
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
View full book text
________________
૭૮
આત્મતત્વવિચાર
એ બધું ભૂલી જાય છે અને જે નવું જીવન પ્રાપ્ત થયું છે, તેમાં જ આનંદ માને છે.
આપણું જીવન નદીના બે કિનારાને જોડતાં પુલ જેવું છે. તેમાં એક કિનારાને આપણે જન્મ કહીએ છીએ અને બીજા કિનારાને મરણ કહીએ છીએ. વાસ્તવિકતાએ કઈ તફાવત નથી. એકમાં આવવાનું છે, બીજામાં જવાનું છે. આવનાર પૂર્વમાં મરીને જ આવે છે અને જનાર પણ મરીને જ જાય છે. પણ આપણે જન્મ વખતે વાજાં વગાડીએ છીએ, મીઠાઈઓ વહેચીએ છીએ અને માટે ઉત્સવ માંડીએ છીએ,
જ્યારે મૃત્યુ વખતે રોકકળ કરીએ છીએ ને દિવસે સુધી શોક પામીએ છીએ. આનું કારણ શું ? આપણે રાગ, આપણે સ્વાર્થ કે બીજું કંઈ ? રાગ અને દ્વેષ એ બે જ આપણને આ સંસારમાં રખડાવનારા મહાન શત્રુઓ છે, છતાં આપણે તેની સખત મૂકતા નથી, એ શું ઓછું ખેદજનક છે?
મનુષ્ય ગર્ભાવસ્થાનું દુઃખ બહાર આવતાં કેમ ભૂલી જાય છે? તે પણ તમને સમજાવવા માગીએ છીએ. મરણ પથારીએ પડેલો માણસ એમ કહે છે કે “જે હું બચીશ તે ધર્મ કરીશ.” પણ તે ખરેખર બચી જાય તે શું કરે છે? માંદગીમાં જે અનેક પ્રકારનું દુઃખ ભેગવવું પડયું હતું, તેમાંથી છૂટકારો થયાને આનંદ માણે છે અને એ આનંદમાં પિતે કરેલે સંકલ્પ ભૂલી જાય છે.
તમે એક હેડીમાં બેઠા છે અને પવનનું તોફાન થતાં હેડી ડગમગવા લાગે, ત્યારે શું કહે છે?” “હે પ્રભુ! મને બચાવો ! હે શાસનદેવ મારી રક્ષા કરે! હે ચકેશ્વરી માતા!