Book Title: Aatmtattva Vichar Part 01
Author(s): Lakshmansuri, Dhirajlal Tokarshi Shah
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
View full book text
________________
પુનર્જન્મ
થોડી સ્પષ્ટતા કરી લઈએ, આકાશ એટલે અવકાશ (Space) એ બાબતમાં કોઈને ય મતભેદ નથી. આજના વિજ્ઞાને પણ તેની અનંતતા કબૂલ રાખી છે. આ અનંત આકાશના જેટલા ભાગમાં લેક વ્યવસ્થિત થયેલ છે, તેને
કાકાશ કહેવામાં આવે છે, અને બાકીના બધા આકાશને અલકાકાશ કહેવામાં આવે છે, એટલે કે ત્યાં માત્ર આકાશ સિવાય કોઈ વસ્તુ નથી.
લોકોને સામાન્ય પરિચય લેક કોને કહેવો? અથવા તેમાં શું હોય? તેને ઉત્તર શ્રી ઉત્તરાધ્યયનસૂત્રનાં અઠ્ઠાવીસમાં અધ્યયનમાં આ પ્રમાણે આપવામાં આવ્યું છે.
ઘર અમ માલં, જો પુત્ર-મંતવ
एस लागोति पण्णतो. जिणेहिं वरदंसिहि ॥ - “૧ ધર્મ, ૨ અધર્મ, ૩ આકાશ, ૪ કાલ, ૫ પુદગલ, અને ૬ આત્મા. એ છ દ્રવ્યના સમૂહને શ્રેષ્ઠ દર્શનવાળા એટલે સર્વજ્ઞ-સર્વદશી જિનેશ્વર ભગવતેએ લેક કહ્યો છે.”
તાત્પર્ય કે આપણે જેને લેક એટલે વિશ્વ, બ્રહ્માંડ, જગત કે દુનિયા (Universe ) કહીએ છીએ, તેમાં મૂળ દ્રવ્ય છ છે–(૧) ધર્માસ્તિકાય, (૨) અધર્માસ્તિકાય, (૩) આકાશાસ્તિકાય, (૪) કાલ, (૫) પુદગલાસ્તિકાય અને (૬) જીવાસ્તિકાય. પાંચ દ્રવ્યોને અતિકાય શબ્દ લગાડવાનું કારણ એ છે કે તેમાં અતિ એટલે પ્રદેશોને, કાય એટલે સમૂહ હોય છે. કાલને અસ્તિકાય ન કહેવાનું કારણ