Book Title: Aatmtattva Vichar Part 01
Author(s): Lakshmansuri, Dhirajlal Tokarshi Shah
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
View full book text
________________
આત્મતત્વવિચાર
કેમ થાય છે? કઈ હાથ પગ પર ટાંકણી ઘોંચે તો તરત દુખ થાય છે અને ચંદનાદિને લેપ કરે તે સુખ ઉપજે છે. એટલે આત્મા દેહથી અધિક પરિમાણવાળ પણ નથી અને સૂક્ષ્મ પરિમાણવાળ પણ નથી. પરંતુ દેહ જેટલા જ પરિમાણવાળો છે.
એક શ્રોતા અહીં પ્રશ્ન કરે છે કે “બરને ખેંચીને ખૂબ પહેલું કરીએ, અર્થાત્ તેને ઘણે વિસ્તાર કરીએ તે તેના ટુકડા થઈ જાય છે, તેમ આત્મા કઈ ઘણું મોટાં શરી૨માં જાય અને બહુ વિસ્તાર પામે તેં તેના ટુકડા થઈ જાય કે નહિ?” તેને ઉત્તર એ છે કે “આત્માની શક્તિ ચૌદ રાજકપર્યત વ્યાપવા જેટલી છે, એટલે ગમે તેવા મોટાં શરીરમાં વ્યાપવા છતાં તેના ટુકડા પડતા નથી, ખંડ થતો નથી.”
હવે બીજે શ્રોતા પ્રશ્ન કરે છે કે “શરીરની મોટામાં મટી અવગાહના ૧૦૦૦ એજનથી કંઈક અધિક હોય છે,
તેથી આત્માને વધારેમાં વધારે ૧૦૦૦ થી કંઈક અધિક વિસ્તારવાને પ્રસંગ આવે, પણ ચૌદ રાજલક જેટલું તો કઈ શરીર નથી, એટલે વિસ્તાર થવાનો પ્રસંગ શી રીતે આવે! * ગોયguસમર્ગિ શિલિમુÉ ૨૬૧ છે.
–શ્રી બૃહતસંગ્રહણીસૂત્ર. એકેન્દ્રિયનું ઉત્કૃષ્ટ દેહમાન હજાર એજનથી કંઈક અધિક હોય છે. આવા અવગાહના તેટલાં ઊંડાં જલાશયમાં કમલ આદિને આશ્રિત માનેલી છે.