Book Title: Aatmtattva Vichar Part 01
Author(s): Lakshmansuri, Dhirajlal Tokarshi Shah
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
View full book text
________________
પુનમ
મારે વારે ધાઓ. હે પદ્માવતી માતા! આ પવનનાં તોફાનને શાંત કરી દો.” વગેરે વગેરે. પરંતુ પવનનુ તેફાન પસાર થઈ ગયા પછી તમે એ બધાંને કેટલા યાદ કરો છે? બે-ચાર વાર નામ લેવું એ યાદ કર્યા ન કહેવાય. દિલમાં બરાબર રટણ ચાલે ત્યારે યાદ કર્યા કહેવાય. આવી રીતે યાદ કેટલી વખત કરે છે ?
કોઈ જુવાનનું મરણ થાય છે અને તમે આભડવા જાઓ છો, ત્યારે તમારા મનમાં કેવા વિચાર આવે છે? અહે! આ સંસાર અસાર છે ! મૃત્યુ કોઈને મૂકતું નથી! મારે પણ વહેલું-મંડું આ રીતે જવું પડશે, માટે હવે બીજું બધું છોડીને ધર્મની આરાધનમાં જ લાગી જાઉં.” પણ આભડીને પાછા આવે છે ને વ્યવહારમાં પડે છે, ત્યારે તેમાંનું કેટલું યાદ રહે છે ? એ જ ખાન, એ જ પાન, એ જ રહેણી અને એ જ કરણી! બધું પૂર્વવત્ ચાલુ થઈ જાય છે અને પેલે સમશાનિયે વરાગ્ય ભંસાઈ જાય છે.
નાનું બાળક એક રમકડાંથી રમે છે. એ રમકડું હાનિકારક છે, પણ તેને આંચકીને લઈ લેવામાં આવે તે બાળક રડે છે અને તેફાન કરે છે, પરંતુ જો તેને ફેસલાવીને બીજું રમકડું હાથમાં મૂકી દઈએ તો તે રાજી થાય છે અને તેનાથી રમવા લાગે છે, એટલે પહેલાનું રમકડું આપોઆપ છૂટી જાય છે. તે જ રીતે મનુષ્યને નવું જીવન પ્રાપ્ત થાય છે. એટલે તે ગર્ભાવસ્થાનું દુઃખ ભૂલી જાય છે.
ગર્ભાવસ્થામાં બાળક કઈક વખત રડતું હોય છે. એ સંબંધી એક કિસ્સો યાદ આવે છે, અમદાવાદમાં એક