Book Title: Aatmtattva Vichar Part 01
Author(s): Lakshmansuri, Dhirajlal Tokarshi Shah
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
View full book text
________________
પુનજ મ
७७
~~^^
( અનુભવ પરથી ). તેમાં શ્રુતિની વાત પણ આપણે કરી ગયા. હવે આવીએ યુક્તિ પર. પુનર્જન્મ માનવાનાં કારણેા.
પૂર્વજન્મની વાત યાદ નથી, માટે પુનર્જન્મ નથી, એમ કહેનારને આપણે પૂછી શકીએ કે ‘તમને ગર્ભની વાત યાદ છે ખરી? જો ગર્ભની વાત યાદ હોય તેા કહી બતાવેા.’ તે શું જવાબ આપશે? ‘ગલની વાત યાદ નથી. ’ એ જ કે બીજી કઈ? જો ગર્ભની વાત યાદ નથી તે! તમે ગલને માના છે કે નહિ ? તમે ગર્ભમાંથી ઉત્પન્ન થયા કે આ જગતમાં એમને એમ પટકાઈ પડયા ? એના પણ જવાબ આપે.
આ જગતમાં જેટલા મનુષ્ય જન્મ્યા છે, તે બધા એક વાર માતાના પેટમાં હતા, નીચે માથુ અને ઉપર પગ. એ રીતે નવ માસથી પશુ અધિક સમય તેમાં લટકયા હતા. એ હતી અધારી કાટડી! અને તેમાં હતી અનાજને પણ પચાવી દે એવી ઉત્કૃષ્ટ ગરમી! ઉપરાંત ત્યાં માઢુ ફેરવી લેવાનુ' મન થાય એવી દુર્ગંધ પણ હતી! રહેવાનુ હતુ' ખરાખર જકડાઇને, ન હાથ લાંમા થાય કે ન પગ મૂકા થાય. પણ ગર્ભમાંથી બહાર આવ્યા પછી એકદમ પલટી થયા અને આપણે એ બધુ... ભૂલી ગયા. તેથી એમ કહેવાશે ખરૂ કે આપણે ગર્ભમાં હતા જ
નહિ ?
›
જો મનુષ્યને ગર્ભાવસ્થાનુ આ દુઃખ યાદ રહે તે ક્રી ગભ માં આવવાનું પસંદ કરે જ નહિ, પણ મનુષ્ય