Book Title: Aatmtattva Vichar Part 01
Author(s): Lakshmansuri, Dhirajlal Tokarshi Shah
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
View full book text
________________
આત્માનું અસ્તિત્વ
૧૭
તેણે કહ્યું: ‘ચિત્ર! જે તે ખરે કે આ બધું શું ચાલી રહ્યું છે ? પેલે મોટો જડ બરાડા પાડીને જડ લોકોને શું સમજાવી રહ્યો છે ? આવા નફકરા લોકોને લીધે આપણે આવી ઉદ્યાનભૂમિમાં પણ સારી રીતે હરીફરી શકતા નથી ! માત્ર વિસામે અને શાંતિ મેળવવા અહીં આવ્યા, તે એ મોટા બરાડા પાડીને આપણું માથું પકવી રહ્યા છે !”
ચિત્રે કહ્યું: “હે સ્વામી! એ કેશિકુમાર શ્રમણ પાર્ધાપત્ય છે, જાતિવંત છે, ચાર જ્ઞાનના ધારક છે અને તેઓ અન્નભક્ષી છે.”
રાજા કહે, “ચિત્ર! તું શું કહે છે? શું એ પરમાવધિથી અધેવતિ અવધિજ્ઞાન થયેલું છે એટલે વિશાળ અવધિ જ્ઞાનના ધારક છે ? શું એ અન્નજીવી છે?” | ચિત્રે કહ્યું: “હા સ્વામી ! એમ જ છે.”
રાજા કહે, “ત્યારે શું એ પુરુષની પાસે જવા જેવું છે?”
ચિત્ર કહે, “હા મહારાજ ! એમની પાસે જવા જેવું છે.' ને પછી રાજા અને ચિત્ર કેશિકુમારની સામે જઈને ઉભા રહ્યા. રાજાએ પૂછ્યું કે “હે ભલે! તમે શું પરમાવધિજ્ઞાન ધરાવે છે તમે શું અનજીવી છે ?”