Book Title: Aatmtattva Vichar Part 01
Author(s): Lakshmansuri, Dhirajlal Tokarshi Shah
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
View full book text
________________
આત્મા દેહ વિગેરેથી ભિન્ન છે
| પિતા અને માતાનું ઉત્તરકાર્ય થયું, ન્યાત જમી, મહેશ્વરદત્તની આબરૂ વધી અને સંસારવ્યવહારનું નાવ આગળ ધપ્યું.
મહેશ્વરદત્તની પત્ની ગાંગિલા રૂપાળી હતી, ઘરના કામકાજમાં કુશળ હતી, પણ વિષયલંપટ હતી. આ દુર્ગુણ એ મેટો છે, કે જે બધા સગુણેને ઢાંકી દે છે. સે મણ દૂધનો તાવડો ભર્યો હોય અને તેમાં ડું સેમલ પડે તો? એ દૂધને તમે સારું કહેશે ખરા? સાસુ-સસરા છાતી પર હતા, ત્યાં સુધી ગાંગિલાની આ વિષયલંપટતાને અવકાશ મળતું ન હતું, પણ હવે તે દૂર થયા હતા અને મહેશ્વરદત્ત ધંધારોજગાર અને મોટા ભાગે બહાર રહેતે હતે એટલે તેની વિષયલંપટતાને પૂરો અવકાશ મળી ગયો. તે પરપુરુષ સાથે પ્રેમમાં પડી.
પણ પાપને ઘડે ફૂટયા વિના રહેતું નથી. એક દિવસ કઈ કામપ્રસંગે મહેશ્વરદત્તને એકાએક ઘરે આવા વાનું થયું, ત્યારે અંદરના બારણું બંધ જોયાં. આથી તેને વહેમ પડી. બારણની તડમાંથી જોયું તે અંદર કોઈ પુરુષ દીઠો. જ્યારે એક જનાવર પણ પોતાની માદાને બીજા જનાવર સાથે જોઈ શકતું નથી, ત્યારે મનુષ્ય કેમ જોઈ શકે? તેણે બૂમ મારી કે “ગાંગિલા! બારણું ઉઘાડ.”
ઘાંટે સાંભળતાં જ ગાંગિલાના હોશકોશ ઉડી ગયા. તેણે પિતાના પ્રેમીને-વારને છૂપાવી દેવાનો વિચાર કર્યો, પણ ત્યાં છૂપાવી શકે એવું કોઈ સ્થાન હતું નહિ, એટલે