Book Title: Aatmtattva Vichar Part 01
Author(s): Lakshmansuri, Dhirajlal Tokarshi Shah
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
View full book text
________________
આત્મા એક મોટો પ્રવાસી
૫૯
ત્રણ સ્ત્રીઓ આ ઝાડ નજીકના કૂવે પાણી ભરવા આવી તેમાં પહેલી બ્રાહ્મણી હતી, બીજી રજપૂતાણું હતી અને ત્રીજી વાણિયાણ હતી. આ વખતે બાવાજી જાપ જપે છે અને તે પણ મોટેથી. “અગલી ભી અચ્છી, પીછલી ભી અરછી, બીચ લીકે જુત્તે કી માર.” આ સાંભળી બ્રાહ્મણ અને વાણિયા મોટું ઢાંકી હસવા લાગી અને રજપૂતાણીને તો એવો પીત્તો ગયે કે ત્યાં બેડું પછાડી પિતાના ઘરે પાછી ફરી.
ઘરે પાછી ફર્યા પછી તેણે ન પિટા ચૂલો કે ન કર્યો દીવો. એક તૂટેલ ખાટલામાં જેમ તેમ પડી રહી. રાત્રે નોકરી પરથી તેને ધણી ઘરે આવ્યો. ઘરમાં અંધારું જઈ આશ્ચર્ય પામ્યું. તેણે રજપૂતાણીના ખાટલા પાસે જઈને પૂછ્યું કે આમ કેમ ? શું તાજું કોઈએ અપમાન કર્યું છે?”
રજપૂતાણીએ કહ્યું: “જેને પણ બાયલે હોય, તેનું કઈ પણ અપમાન કરે.”
આ તે રજપૂતની જાત, તે આવાં વચને કેમ સાંભળી રહે? તેણે હાથમાં તરવાર લીધી અને પૂછયું કે “કોણ છે તારું અપમાન કરનાર ? જલ્દી તેનું નામ લે. હું તેની ખબર લઉં છું.”
રજપૂતાણીએ કહ્યું કે “ગામ બહાર કૂવા પાસેનાં ઝાડ નીચે એક જગટો બેઠે છે. તેણે મારું હડહડતું અપમાન કર્યું છે.” પછી બધી વાત કરી. રજપૂતે કહ્યું કે “હમણાં જ હું તેનું માથું ધડથી જુદું કરી આવું છું. તું જરાયે આમણી હૂમણું થઈશ મા.”