Book Title: Aatmtattva Vichar Part 01
Author(s): Lakshmansuri, Dhirajlal Tokarshi Shah
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
View full book text
________________
આત્મા એક મોટે પ્રવાસી
બાંધાઓમાં જુદી જુદી જાતના હોય છે, એટલે આત્મા દેહમાં ઉત્પન્ન થતું નથી, પણ દેહને બનાવે છે અને પૂર્વકમ અનુસાર તેનું નિર્માણ કરે છે.
( દેહધારણુકિયા આત્માની આ દેહધારણક્રિયા વસધારણ જેવી છે. તે માટે ભગવદગીતામાં કહ્યું છે કે – वासांसि जोर्णानि वया विहाय,
नवानि गृह्णाति नरोऽपराणि । तथा शरीराणि विहाथ जीर्णा
જેમ મનુષ્ય જૂનાં વસ્ત્રો ત્યજીને નવાં વસ્ત્ર ધારણ કરે છે, તેમ દેહધારી આત્મા, જૂનાં શરીર ત્યજીને નવાં શરીર ધારણ કરે છે.”
૧. જૈન શાસ્ત્રોમાં શરીરના બાંધાને માટે સંઘયણ-શબ્દ વપરાયેલ છે અને તેનાં પણ છ પ્રકારો માનવામાં આવ્યા છે. (૧) વજનષભ, નારાચ, સંઘયણ જે સાંધામાં મટબંધ (એક પ્રકારનું બંધન,) તેને ફરતે પાટે અને તેની વચ્ચે વજ જેવી ખીલી મારેલી હેય, (૨) અષભ, નારાચ, સંઘયણ જેમાં ખીલી ન હેય પણ મર્કટબંધ અને પાટે હેય. (૩) નારા, સંઘયણ જેમાં કેવળ મટબંધ હેય. (૪) અધનારાય, સંઘયણ જેમાં અર્ધ મર્કટબંધ હોય, (૫) કીલિકા, સંઘયણ જેમાં મર્કટબંધ બિલકુલ ન હોય પણ એ સાંધા ખીલીથી જડેલા હેય. અને (૬) છેવહેં, સંઘયણ જેમાં સાંધાઓ માત્ર એકબીજાને અડીને રહેલા હેય. તીર્થકરે અને ચરમશરીરી પ્રથમ સંઘયણવાળા હોય છે..