Book Title: Aatmtattva Vichar Part 01
Author(s): Lakshmansuri, Dhirajlal Tokarshi Shah
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
View full book text
________________
આમતત્ત્વવિચાર
લાગે. વધારે વિચાર કરતાં તે સમજી ગયો કે મંત્રી રાજ્યને હિતસ્વી છે અને તે મારા હકમાં જરાય નુકશાન થવા દેતું નથી, જ્યારે આ સામંતે મારી પાસે મનમાન્યું કરાવવું છે, તેથી તેમણે વચ્ચે કાંટો કાઢવા આ તરકટ રચ્યું અને મંત્રીને બદલે હજામ માર્યો ગયો. જે મેં સાહસ કર્યું હોત તે શું થાત? કે મને કે ગણત?
રાજાની આંખ ઉઘડી ગઈ તેને મંત્રી માટે પહેલાં કરતાં પણ વધારે માન થયું અને તે મનથી માનવા લાગ્યો કે મંત્રીની ધર્મબુદ્ધિએ-મંત્રીના પિસહે જ મને ભારે અપકીર્તિથી બચાવ્યું છે, એટલે તેણે હજામના હાથમાં રહેલી વી ટી કાઢી લઈ પિતાની પાસે રાખી અને મંત્રીની માફી માગી લઈ તેને પાછી આપવી એ વિચાર કરી, મત્રીના નિવાસ ભણી આગળ વધે. ખુલ્લી તરવાર હજી તેના હાથમાં એમને એમ રહેલી છે.
પિસહમાં બેઠેલા મંત્રી બારીમાંથી રાજાને ખુલ્લી તરવારે પિતાના ભણી આવતે જુએ છે, એટલે તે પિતાને મારવા જ આવી રહ્યો છે, એ ખ્યાલ કરે છે તેને ખબર નથી કે રાજા તેની માફી માગવા, તેને ભેટવા, તેને ઉપકાર માનવા આ તરફ આવી રહ્યો છે. મંત્રી પિતાના આત્માને કહે છે કે, “તું આ પહેલાં ઘણી વખત માર્યો હોઈશ, પણ તે તે મોહને વશ થઈને કે બીજા નિમિત્તે મર્યો હઈશ પરંતુ ધર્મનાં કારણે-ધર્મમાં અડગ રહીને હજી સુધી એકે વાર મર્યો નથી. એટલે આ અવસર તારા માટે અપૂર્વ છે.