Book Title: Aatmtattva Vichar Part 01
Author(s): Lakshmansuri, Dhirajlal Tokarshi Shah
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
View full book text
________________
આત્મા દેહ વિગેરેથી ભિન્ન છે
હાય તા મધાનુ જીવન સરખા આયુષ્યવાળું હોવું જોઇએ પણ તેમાં ઘણી તરતમતા દેખાય છે, એટલે પચભૂતનુ સચેાજન એ કારણ ઘટી શકતું નથી. સાચી હકીકત એ છે કે ચૈતન્યનું કારણુ આત્મા છે અને જીવનનું કારણ ક્રમ છે. કર્મોને લીધે જેટલુ આયુષ્ય પ્રાપ્ત થાય છે, તેટલે વખત પ્રાણી જીવે છે. જો આયુષ્ય પૂરુ થયું ન હોય તે હાથપગ તૂટવા છતાં પ્રાણી મરતું નથી.
૪૩
પ'ચભૂતનાં સ'ચાજનથી ચૈતન્યની ઉત્પત્તિના સિદ્ધાંત બીજી રીતે પણ પાકળ કરે છે. જ્યારે આપણે એવું વિધાન કરીએ કે અમુક વસ્તુનાં સૉંચેાજનથી અમુક વસ્તુ બને છે, ત્યારે તે વસ્તુઓનાં સમૈાજનથી તે વસ્તુ અવશ્ય ખનવી જેઈએ. હરડાં, મહેડાં અને આંખળાનાં સચૈાજનથી ત્રિલા ચૂ ખને છે, એમ કહેનારાએ હરડાં, મહેડાં અને આંખળાને ભેગા કરીને ત્રિફલા ચૂર્ણ કરી ખતાવે છે, તથા આપણે પણ હરડાં, મહેડાં અને આંબળા સમભાગે એકત્ર કરીએ તા ત્રિલા ચૂર્ણ અને છે. આ પ્રમાણે પાંચભૂતથી કે અન્ય પદાર્થાંથી ચૈતન્યશક્તિની ઉત્પત્તિ માનનારાઓએ પચભૂતનાં સ'ચાજનથી કે અન્ય પદાર્થોનાં મિશ્રણથી ચૈતન્યશક્તિની ઉત્પત્તિ કરી ખતાવવી જોઇએ. પણ હજી સુધી કાઈ ભૂતવાદી કે વૈજ્ઞાનિક એવા પાચા નથી કે જેણે આ રીતે ચૈતન્યની ઉત્પત્તિ કરી બતાવી હાય.
આજનું વિજ્ઞાન આગળ વધેલુ ગણાય છે. છતાં તે આંખ જેવી આંખ, કાન જેવા કાન કે નાક જેવું નાક